દૂધનું વેચાણ-વિતરણ ખોરવાયુ: લોકોને હાલાકી: અનેક સ્થળે માથાકુટ

21 September 2022 04:14 PM
Rajkot Saurashtra
  • દૂધનું વેચાણ-વિતરણ ખોરવાયુ: લોકોને હાલાકી: અનેક સ્થળે માથાકુટ
  • દૂધનું વેચાણ-વિતરણ ખોરવાયુ: લોકોને હાલાકી: અનેક સ્થળે માથાકુટ
  • દૂધનું વેચાણ-વિતરણ ખોરવાયુ: લોકોને હાલાકી: અનેક સ્થળે માથાકુટ
  • દૂધનું વેચાણ-વિતરણ ખોરવાયુ: લોકોને હાલાકી: અનેક સ્થળે માથાકુટ
  • દૂધનું વેચાણ-વિતરણ ખોરવાયુ: લોકોને હાલાકી: અનેક સ્થળે માથાકુટ

♦ ઢોર નિયંત્રણ કાયદા મામલે દૂધ વેચાણનો બહિષ્કાર: ડેરીથી માંડી ઘર સુધી સપ્લાય ઠપ્પ

♦ ડેરીઓએ સાંજે જ ડીલીવરી કરાવીને મધરાત સુધી વેચાણ કર્યુ: દુધ પાર્લરોને તાળા-ડેરીઓમાં સ્ટોકના ફાંફા: માલધારીઓએ ગામડેથી જ સપ્લાય ન કરતા મુશ્કેલી

♦ ચાના થડા-દુકાનો પણ બંધ કરાવાયા: હાઈવે પર ટોળાઓએ વાહનો અટકાવીને દૂધ ઢોળ્યા: એરપોર્ટ રોડ, બેડી, વાજડી સહિતના સ્થળોએ તોફાની ઘટના

રાજકોટ તા.21
રખડતા ઢોરનો કાયદો પાછો ખેંચવાની માંગ સાથે માલધારી સમાજના દુધની સપ્લાય રોકી દેવાના એલાનને કારણે રાજકોટમાં આજે દુધનુ વેચાણ-વિતરણ ખોરવાયુ હતું અને લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડયો હતો. દુધ પાર્લરોને તાળા લાગ્યા હતા. ચાના થડા પણ બંધ રહ્યા હતા. એરપોર્ટ રોડ પર અમુલ પાર્લરમાં તોડફોડ કરવામાં આવી હતી. અર્ધોડઝન જેટલા સ્થળોએ દૂધ ઢોળવાના કે માથાકુટના બનાવો બન્યા હતા. કેટલાક સ્થળોએ દૂધ ગરીબો કે હોસ્પીટલોમાં મફત આપી દેવામાં આવ્યુ હતું.

ઢોર નિયંત્રણ કાયદા સામે કેટલાંક વખતથી માલધારીઓ સરકાર સમક્ષ રજુઆત કરતા હતા પરંતુ કોઈ ઉકેલ ન આવતા છેવટે આક્રમક માર્ગ અપનાવીને દુધનુ વેચાણ અને વિતરણ અટકાવવાનું એલાન આપ્યુ હતું. ગામડાઓમાંથી આવતા દુધને અટકાવી દેવામાં આવ્યું હતું. પરિણામે સવારથી જ શહેરમાં દુધ વેચાણને મોટી અસર હતી. મોટાભાગના પાર્લરો-ડેરીઓમાં અમુલ દુધનો સ્ટોક ન હોવાથી લોકોને હાડમારીનો સામનો કરવો પડયો હતો. ખાનગી ડેરીઓમાં અમુક અંશે વેચાણ થયુ હતું. પરંતુ ગામડાથી જ સપ્લાય મામુલી કે નહીવત રહેતા સ્ટોક ખલ્લાસના બોર્ડ લાગી ગયા હતા.

દુધની સપ્લાય ખોરવાવાનું અગાઉથી જ જાહેર થઈ ગયુ હોવાથી લોકોએ ઘણા અંશે ગઈરાત્રે જ ખરીદી કરી લીધી હતી. રાજકોટ ડેરી દ્વારા સવારે કરાતી ડીલીવરી ગઈસાંજે જ કરી દેવામાં આવી હતી એટલે લોકો પણ મધરાત સુધી દુધ મેળવવા મથતા રહ્યા હતા. સવારે સ્ટોક ખલ્લાસ હતો અને આગોતરી વ્યવસ્થા ન કરનારા લોકોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો હતો.

જાણકારોના કહેવા પ્રમાણે આજે દુધની સપ્લાય થઈ ન હોવાને કારણે કાલે પણ અમુક અંશે અસર પડવાની શંકા છે. જો કે, કાલે એકંદરે સપ્લાય ઘણી વધી જવાની સ્થિતિ સર્જાશે અને બપોરબાદ સ્થિતિ નોર્મલ થઈ જવાની શકયતા છે.

દરમ્યાન દૂધબંધીના એલાન છતાં કેટલાંક માલધારીએ દૂધ પહોંચાડવાનો અને વેચાણ કરવાનો પ્રયત્ન કરતા અર્ધોડઝન સ્થળોએ માથાકુટના બનાવો પણ બન્યા હતા. મેટોડા, અમદાવાદ હાઈવે પર સોખડા ચોકડી, લક્ષ્મીના ઢોરે તથા વાજડી નજીક તોફાની બનાવો બન્યા હતા. દુધ લઈને નીકળેલા વાહનોને ટોળાએ અટકાવીને દૂધ ઢોળી નાખવાની ફરજ પાડી હતી. બેડીમાં તો દુકાન બંધ કરાવવા ગયેલા ટોળા સાથે મહામારીનો બનાવ પણ બન્યો હતો.

રાજકોટ ડેરીએ મધરાત સુધી દુધ પહોંચાડયુ: સવારથી સપ્લાય બંધ: હજુ કાલે પણ મુશ્કેલીના એંધાણ
માલધારીઓએ આજે દુધ નહીં મોકલતા હજુ કાલ સાંજ સુધી તકલીફ રહેવાની શકયતા
રખડતા ઢોરના કાયદા સામે આજે માલધારી સમાજે રાજયભરમાં દુધ સપ્લાય અટકાવવાનું એલાન આપ્યુ હતું એટલે રાજકોટ સહિત મોટાભાગના શહેરોમાં વિતરણ વેચાણ ખોરવાયુ હતું. રાજકોટ ડેરીને લાગેવળગે છે ત્યાં સુધી સંભવિત અસર સામે આગોતરી વ્યવસ્થારૂપે ગઈકાલે મધરાત સુધી ડીલીવરી કરવામાં આવી હતી.

ચેરમેન ગોરધન ધામેલીયાએ કહ્યું કે સવારની ડીલીવરી ગઈકાલે જ કરી દેવામાં આવી હતી. આજે ડીલીવરી થઈ ન હતી. સૂત્રોએ કહ્યું કે આજે માલધારીઓનુ દુધ પણ આવ્યુ ન હોવાને કારણે આવતીકાલના વિતરણ-વેચાણને પણ અસર થઈ શકે છે. કાલે સાંજથી નોર્મલ હાલત થઈ જવાની શકયતા છે.


Related News

Loading...
Advertisement
Advertisement