નેશનલ સિનેમા દિવસે રૂા.75ની ટિકિટમાં ‘બ્રહ્માસ્ત્ર’ જોવા એડવાન્સ બુકીંગમાં તડાકો!

21 September 2022 04:30 PM
Entertainment India
  • નેશનલ સિનેમા દિવસે રૂા.75ની ટિકિટમાં ‘બ્રહ્માસ્ત્ર’ જોવા એડવાન્સ બુકીંગમાં તડાકો!

► 23મીએ જેમ્સ કેમરુનની ‘અવતાર’ ફિલ્મની ફરી રજૂઆત

► મોટાભાગના શો ફૂલ: રૂા.1.95 કરોડની ટિકિટ વેચાઈ!

► જોકે નવી ફિલ્મ ‘ધોખા’, ‘ચૂપ’ને પૂરતો આવકાર નહીં!

મુંબઈ: આવનારા શુક્રવારે એટલે કે તા.23મીએ ‘રાષ્ટ્રીય સિનેમા દિવસ’ની ઉજવણી નિમિત્તે દેશભરમાં દર્શકોને માત્ર 75 રૂપિયામાં ફિલ્મની ટિકિટની ઓફર મલ્ટીપ્લેકસ એસોસીએશને કરી છે ત્યારે આલિયા-રણબીર અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ને મોટો ફાયદો મળી રહ્યો છે.

આ ફિલ્મના તા.23ના એડવાન્સ બુકીંગમાં જ ફુલ થઈ ગયા છે તેમાં ફિલ્મના 2-ડી વર્જન કરતા ટુ-ડી વર્જન પ્રત્યે લોકોનો સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 23 તારીખે હોલિવુડના દિગ્ગજ નિર્દેશક જેમ્સ કેમરુનની ફિલ્મ ‘અવતાર’, ફરી રિલીઝ થઈ રહી છે. જેને લઈને પણ દર્શકોમાં ઉત્સાહ છે. જો કે પ્રથમ દિવસે ફિલ્મની ટિકિટના ભાવ 75 રૂપિયા હોવા છતા આ દિવસે રિલીઝ થનારી ફિલ્મ ‘ચુપ’ અને ‘ધોખા’ને એડવાન્સ બુકીંગમાં હજુ દર્શકોનો પૂરતો ઉત્સાહ નથી જોવા મળ્યો.

જાણકારી મુજબ ‘બ્રહ્માસ્ત્ર’ની શુક્રવારની એડવાન્સ અત્યારથી જ લગભગ 1 કરોડ 95 લાખ રૂપિયા સુધી પહોંચી ચૂકી છે. જો કે આ સપ્તાહે રજૂ થનારી નવી ફિલ્મો ‘ચૂપ’ કે ‘ધોખા’ને રાષ્ટ્રીય સિનેમા દિવસે એડવાન્સ બુકીંગનો કોઈ ફાયદો નજરે નથી પડતો.


Related News

Loading...
Advertisement
Advertisement