વિજયભાઈ અને નિતીન પટેલને ઔપચારીક વિદાય અપાઈ ગઈ?

21 September 2022 04:57 PM
Politics Gujarat
  • વિજયભાઈ અને નિતીન પટેલને ઔપચારીક વિદાય અપાઈ ગઈ?

વિધાનસભામાં જીતુભાઈ વાઘાણીએ બંને સીનીયર નેતાઓની ભરપુર પ્રશંસા કરી

ગુજરાતમાં વર્તમાન વિધાનસભાનું અંતિમ સત્રના પ્રથમ દિવસે આજે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ પુર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને પુર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલની હાજરીની ખાસ નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે વિજયભાઈએ આ સત્રમાં હાજર રહીને અમારા જેવા જુનીયરમાં ઉત્સાહ પુરો પાડયો છે.

જયારે નિતીનભાઈ પટેલનું સ્વાસ્થ્ય સારુ ન હોવા છતાં પણ તેઓએ આજે ગૃહમાં હાજરી આપી છે તે પણ અભિનંદનને પાત્ર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજયમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અનેક સીનીયર નેતાઓને ટિકીટ આપશે નહી તેવા સંકેત છે.

જેમાં આ બંને મહાનુભાવોના નામની પણ ચર્ચા છે અને આજે જીતુભાઈએ ગૃહમાં ખાસ નોંધ લઈને શું ઔપચારિક વિદાય આપી દીધી તેવી પણ ચર્ચા ગૃહની બહાર સભ્યોમાં જોવા મળી હતી અને જીતુભાઈને આ વિધાનોમાં ગૃહની અંદર ભાજપના સભ્યોએ પણ વધાવી લીધા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement