હૃદયરોગની દવા દારૂનો નશો છોડાવવામાં પણ મદદરૂપ!: સંશોધનમાં થયો ખુલાસો

22 September 2022 10:18 AM
Health India World
  • હૃદયરોગની દવા દારૂનો નશો છોડાવવામાં પણ મદદરૂપ!: સંશોધનમાં થયો ખુલાસો

વિશ્વમાં દારૂના વ્યસનથી દર વર્ષે 30 લાખ લોકોના મોત: ભારતમાં પણ દર વર્ષે 3 લાખનો ભોગ લે છે દારૂ

વોશિંગ્ટન (અમેરિકા) તા.22
દુનિયાભરમાં દારૂના સેવનથી લાખો લોકોના મોત નિપજે છે. દારૂનું વ્યસન છોડાવવા લોકો શું શું નથી કરતા? હાલમાં જ એક અભ્યાસમાં ખુલાસો થયો છે, જેમાં અમેરિકી સંશોધકોએ દાવો કર્યો છે કે હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેસરના ઈલાજમાં ઉપયોગ થનારી દવાઓનો ઉપયોગ દારૂની લત છોડાવવામાં પણ મદદરૂપ થઈ શકે છે.

આ અભ્યાસ દરમિયાન સંશોધકોએ સ્પિરોનોલેકટોમ ડ્રગનો ઉપયોગ કર્યો હતો, સંશોધનમાં સામેલ જે ભાગ લેનારાઓને આ દવા આપવામાં આવી તેમનામાં દારૂનું વ્યસન ધીરે ધીરે ઘટવા લાગ્યું હતું. નિષ્કર્ષમાં જાણવા મળ્યું હતું કે આલ્કોહોલના વિકારોના ઉપચારમાં હૃદયરોગ અને હાઈ બ્લડ પ્રેસરની દવા દારૂના વ્યસનને ધીરે ધીરે ઘટાડવામાં કે છોડાવવામાં મદદરૂપ સાબીત થઈ હતી.

સંશોધનના મુખ્ય લેખક પ્રો. લિએંડ્રો વેંડ્રસ્કોલોએ જણાવ્યું હતું કે,અભ્યાસમાં સામેલ 60 ટકા લોકો પર આ દવા અસરકારક રહી હતી. ઉલ્લેખનીય છે કે સ્પિરોનોલેકટોમનો ઉપયોગ હાઈ બ્લડ પ્રેસર અને હૃદય સંબંધી સમસ્યાના ઈલાજ માટે થાય છે.

દારૂના કારણે દુનિયામાં દર વર્ષે 20માંથી 1નું મોત
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર દારૂના કારણે દુનિયાભરમાં દર વર્ષે 30 લાખ લોકો મરે છે એટલે કે દર 20માંથી 1 વ્યક્તિનું મોત દારૂની લતથી થાય છે.

ભારતમાં શું સ્થિતિ
દારૂના કારણે ભારતમાં દર વર્ષે અઢીથી ત્રણ લાખ ભારતીયોના મોત થાય છે. આ ઉપરાંત ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતમાં થતા એક મોતમાં પરોક્ષ રીતે શરાબ જવાબદાર છે. આ ઉપરાંત દર વર્ષે કેન્સરથી થતા 30 હજાર મોતમાં પણ દારૂ જ જવાબદાર હોય છે.


Related News

Loading...
Advertisement
Advertisement