કોડીનાર: જીવનદીપ હેલ્થ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટની મુલાકાત લેતા અગ્રણીઓ

22 September 2022 10:45 AM
Veraval
  • કોડીનાર: જીવનદીપ હેલ્થ એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટની મુલાકાત લેતા અગ્રણીઓ

જીવનદીપ હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ(દિવ્યાંગ બાળકોની સંસ્થા) ચોરવાડી હનુમાન મંદિરની બાજુમાં, બાયપાસ રોડ, કોડીનાર ખાતે ડોલ્ફીન યુવક મંડળ સૈયદ રાજપરાના પ્રમુખશ્રી અનિલભાઈ મજેઠીયા દવારા આજ રોજ સંસ્થાની મુલાકાત કરી સંસ્થામાં ચાલતી મનોદિવ્યાંગ બાળકો જેવા કે મગજનો લકવા, બૌધિક દિવ્યાંગ, ઓટીઝમ અને બહુવિધ દિવ્યાંગતા ધરાવતા બાળકો માટેની પ્રવૃતિઓ જેમ કે નિયમિત પ્રાર્થના, ધ્યાન યોગ, રમત ગમત, રોજીંદા જીવનની તાલીમ, આર્ટ એન્ડ ક્રાફ્ટ, પ્રી વોકેશનલ અને વોકેશનલ તાલીમ, ફીઝીયોથેરાપી જેવી વિવિધ તાલીમો તજજ્ઞો દ્વારા અપાવી બાળકોને મુખ્યધારામાં ભેળવવા માટેની કામગીરી નિહાળી હતી.


Loading...
Advertisement
Advertisement