ગીરસોમનાથ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવરાત્રી મેળો ખુલ્લો મુકાયો

22 September 2022 10:49 AM
Veraval
  • ગીરસોમનાથ જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવરાત્રી મેળો ખુલ્લો મુકાયો

ગીર સોમનાથ,તા.22
ગીર સોમનાથમાં પ્રથમવાર સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલા દ્વારા ઉત્પાદિત કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણ થાય તે માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જિલ્લા કક્ષાનાં નવરાત્રી મેળા -2022 નવા ક્ધયા શાળા કમ્પાઉન્ડ, બંદર રોડ, વેરાવળ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ સરમણભાઇ સોલંકીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો છે. આ નવરાત્રી મેળો તા.27 સુધી સમય સવારે દસ થી સાંજે છ કલાકે સુધી ઉત્પાદિત પ્રવૃતિઓ સાથે સંકળાયેલ સ્વસહાય જુથોની મહિલાઓ દ્વારા વિવિધ ચીજ વસ્તુઓના વેચાણ અર્થે નવરાત્રી પર્વને ધ્યાને રાખીને જેમાં ચણીયા ચોળી, ઈમિટેશન જવેલરી, ઓક્સોડાઇઝ જ્વેલરી, હેન્ડમેડ જ્વેલરી, દાડીયા, કુર્તી’ જેવી નવરાત્રીને અનુરૂપ ચીજ-વસ્તુઓના વેચાણ અર્થે 10 થી વધુ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે.


Loading...
Advertisement
Advertisement