વિંછીયામાં બંધ એલાનને મિશ્ર પ્રતિસાદ: માલધારી સમાજે દુકાનો બંધ કરાવી

22 September 2022 10:52 AM
Jasdan
  • વિંછીયામાં બંધ એલાનને મિશ્ર પ્રતિસાદ: માલધારી સમાજે દુકાનો બંધ કરાવી

ગાયો અને ગૌચર ઉપર થતા અત્યાચાર બાબતે ગુજરાત માલધારી સમાજ દ્વારા બુધવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે જસદણમાં માલધારી સમાજના આગેવાનો દ્વારા સવારથી જ દૂધનું વેચાણ બંધ રાખી ગુજરાત બંધને સમર્થન આપ્યું હતું. જોકે જસદણ શહેરમાં ગુજરાત બંધના એલાનમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. ત્યારે વિંછીયામાં પણ ગુજરાત માલધારી સમાજ દ્વારા વિંછીયા બંધનું એલાન આપવામાં આવ્યું હતું અને સવારથી જ માલધારી સમાજના આગેવાનો દ્વારા દૂધનું વેચાણ બંધ રાખી ગુજરાત બંધને સમર્થન આપ્યું હતું. પરંતુ વિંછીયામાં મોટાભાગના વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર રાબેતા મુજબ ચાલુ રાખતા માલધારી સમાજના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મેઈનબજાર સહિતની તમામ દુકાનો બંધ કરાવતા વેપારીઓ મુંજવણમાં મુકાઈ ગયા હતા.
(તસ્વીર : નરેશ ચોહલીયા-જસદણ)


Loading...
Advertisement
Advertisement