ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક: મુલાકાતના એજન્ડા વિશે અનેક તર્કવિતર્કો

22 September 2022 11:37 AM
Business Maharashtra Top News
  • ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની ઉદ્ધવ ઠાકરે સાથે બેઠક: મુલાકાતના એજન્ડા વિશે અનેક તર્કવિતર્કો

અદાણી શા માટે પુર્વ મુખ્યમંત્રીને મળવા ગયા તેનું રહસ્ય અકબંધ

મુંબઈ તા.22 : ઉદ્ધવ ઠાકરે ભલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ન રહ્યા હોય પણ તેમનો પ્રભાવ યથાવત છે. વાત એમ છે કે એશિયાના સૌથી મોટા અમીર અને દુનિયાના બીજા નંબરના ધનવાન અને અદાણી ગ્રુપના સર્વેસર્વા ગૌતમ અદાણી ગઈકાલે મહારાષ્ટ્રના પુર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને તેમના આવાસ ‘માતોશ્રી’ ખાતે મળવા ગયા હતા.

આ મુલાકાત કયા કારણે થઈ અને તેમની વચ્ચે બેઠકમાં શું ચર્ચા થઈ તે હજુ બહાર નથી આવ્યું કે તેની વિગતે જાહેર નથી થઈ. અદાણી અને ઠાકરેની આ મુલાકાત એવા સમયે થઈ છે જયારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે ઉદ્યોગમંત્રી ઉદય સામંત, પોર્ટ મંત્રી દાદાજી ભૂએ અને બાગાયત મંત્રી સંદીપન ભૂમરે સહિત ત્રણ મંત્રીઓ એક સાથે દિલ્હીમાં છે.

મહારાષ્ટ્રમાં હાઈવે પર કામને લઈને બુધવારે સાંજે મહારાષ્ટ્રનું પ્રતિનિધિ મંડળ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે મુલાકાત કરશે. શિંદે જૂથના જણાવ્યા મુજબ સામંતને દિલ્હીમાં રહેવાનું કહેવામાં આવ્યું છે અને રાત સુધીમાં મહારાષ્ટ્રની રાજનીતિને લઈને કેટલોક ઘટનાક્રમ બની શકે છે. મહારાષ્ટ્રના એક વરિષ્ઠ મંત્રીએ કહ્યું હતું કે આજે સાંજે દિલ્હીથી કંઈક જાહેરાત થઈ શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement