આતંક પર વાર: 11 રાજ્યોમાં PFIના ઠેકાણે NIA-EDના દરોડા: પ્રમુખ સહિત 106ની ધરપકડ

22 September 2022 11:42 AM
India Top News
  • આતંક પર વાર: 11 રાજ્યોમાં PFIના ઠેકાણે NIA-EDના દરોડા: પ્રમુખ સહિત 106ની ધરપકડ

દિલ્હી, કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમીલનાડુ, ઉત્તરપ્રદેશ, આસામ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં મધરાત્રે ટીમો ત્રાટકી: પીએફઆઈ સાથે જોડાયેલા લોકોને તાલીમ, ટેરર ફન્ડીંગ અને લોકોને સંગઠન સાથે જોડવાનું દેશવિરોધી કૃત્ય ચાલી રહ્યાની આશંકા

નવીદિલ્હી, તા.22 : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (પીએફઆઈ) અને તેની સાથે જોડાયેલી લિન્ક ઉપર દેશભરમાં દરોડા પાડી 106 જેટલા શંકાસ્પદોને પકડી પાડ્યા છે. ટેરર ફન્ડીંગ અને કેમ્પ ચલાવવાના મામલામાં તપાસ એજન્સીએ આ કાર્યવાહી કરી છે. ઈડી, એનઆઈએ અને રાજ્યોની પોલીસે 11 રાજ્યોમાંથી પીએફઆઈ સાથે જોડાયેલા 106 લોકોને અલગ-અલગ કેસમાં પકડી પાડ્યા છે. પીએફઆઈના પ્રમુખ પરવેઝ અહમદને પણ એનઆઈએ દ્વારા દિલ્હીથી પકડી લેવાયો છે.

એનઆઈએએ યુપી, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમીલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિતના રાજ્યોમાં પીએફઆઈ અને તેની સાથે જોડાયેલા ઠેકાણાઓ પર દરોડા પાડ્યા છે. દરોડા દરમિયાન મોટી સંખ્યામાં પીએફઆઈ અને તેની સાથે જોડાયેલા લોકોની શંકાસ્પદ ગતિવિધિઓ મળી આવી છે જેના આધારે તપાસ એજન્સી કાર્યવાહીનો ધમધમાટ કરી રહી છે. 11 રાજ્યોમાં ઈડી, એનઆઈએ અને રાજ્યોની પોલીસે 106 લોકોની ધરપકડ કરી છે. પીએફઆઈ અને તેની સાથે જોડાયેલા લોકોની ટ્રેનિંગ, ગતિવિધિઓ, ટેરર ફન્ડીંગ અને લોકોને સંગઠન સાથે જોડવાને લઈને અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે. દિલ્હીના શાહિન બાગ અને ગાજીપુરમાંથી પીએફઆઈ સાથે જોડાયેલા લોકોની ધરપકડ થઈ છે.

આ ઉપરાંત લખનૌના ઈન્દીરાનગરમાંથી પણ બે લોકોને પકડવામાં આવ્યા છે. જ્યારે આસામ પોલીસે 9 લોકોની અટકાયત કરી છે. એક પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે પોલીસ અને એનઆઈએએ સંયુક્ત રીતે ગૌહાટીના હાંટીગાવમાં અભિયાન શરૂ કર્યું અને નવ લોકોને પકડ્યા છે. આવી જ રીતે કેરળમાંથી 22, કર્ણાટકમાંથી 20, મહારાષ્ટ્રમાંથી 20, ઉત્તરપ્રદેશમાંથી 8, તમીલનાડુમાંથી 10, આંધ્રપ્રદેશમાંથી પાંચ, મધ્યપ્રદેશમાંથી ચાર અને રાજસ્થાનમાંથી બે લોકોને પકડ્યા છે. મોડીરાત્રે શરૂ થયેલા આ ઓપરેશન ઉપર કેન્દ્રીય ગૃહ મંત્રાલય બાજનજર રાખી રહ્યું છે. જો કે પીએફઆઈ સાથે જોડાયેલા લોકો ઉપર કાર્યવાહી બાદ બેંગ્લોર અને મેંગ્લોરમાં એસડીપીઆઈ તેમજ પીએફઆઈ કાર્યકરોએ વિરોધ પ્રદર્શન પણ કર્યા છે.

એનઆઈએના દરોડા અંગે પીએફઆઈના મહાસચિવ અબ્દુલ સત્તારે કહ્યું કે ફાંસીવાદી શાસન દ્વારા વિરોધીઓના અવાજને બદાવવા માટે એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેણે કહ્યું કે સરકાર દ્વારા કરવામાં આવી રહેલા અત્યાચારનું તાજું ઉદાહરણ અડધી રાત્રે જોવા મળ્યું છે જ્યારે કેન્દ્રીય એજન્સીઓ એનઆઈએ તેમજ ઈડીએ લોકપ્રિય નેતાઓના ઘરમાં દરોડા પાડ્યા છે. રાષ્ટ્રીય, રાજ્ય અને સ્થાનિક સ્તરના નેતાઓના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજ્ય સમિતિ કાર્યાલય ઉપર પણ દરોડા પડી રહ્યા છે. ફાંસીવાદી શાસન દ્વારા વિરોધના અવાજને શાંત કરવા માટે એજન્સીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે વ્યાજબી નથી.

પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા (પીએફઆઈ) શું છે ?
પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઈન્ડિયા મતલબ કે પીએફઆઈની રચના 17 ફેબ્રુઆરી-2007ના થઈ હતી. આ સંગઠન દક્ષિણ ભારતમાં ત્રર મુસ્લિમ સંગઠનોનો વિલય કરીને બન્યું હતું જેમાં કેરળનું નેશનલ ડેમોક્રેટિક ફ્રન્, કર્ણાટક ફોરમ ફૉર ડિગ્નિટી તેમજ તમીલનાડુનું મનિથા નીતિ પસરાઈ સામેલ હતું. પીએફઆઈનો દાવો છે કે અત્યારે દેશના 23 રાજ્યોમાં આ સંગઠન સક્રિય છે.

દેશમાં સ્ટુડન્ટસ ઈસ્લામિક મૂવમેન્ટ મતલબ કે સીમી ઉપર પ્રતિબંધ મુકાયા બાદ પીએફઆઈનો વિસ્તાર ઝડપથી થયો છે. કર્ણાટક, કેરળ જેવા દક્ષિણ ભારતીય રાજ્યોમાં આ સંગઠનની મજબૂત પકડ છે અને તેની અનેક બ્રાન્ચ પણ ખૂલી ગઈ છે જેમાં મહિલાઓ માટે નેશનલ વિમેન્સ ફ્રન્ટ તેમજ વિદ્યાર્થીઓ માટે કેમ્પસ ફ્રન્ટ ઑફ ઈન્ડિયા જેવા સંગઠનો સામેલ છે. ત્યાં સુધી કે રાજકીય પક્ષો ચૂંટણી સમયે મુસ્લિમ મતદારોનું સમર્થન મેળવવા માટે પીએફઆઈની મદદ લઈ રહ્યાના આરોપો પણ લાગી ચૂક્યા છે. રચના બાદથી જ પીએફઆઈ ઉપર સમાજવિરોધી તેમજ દેશવિરોધી ગતિવિધિઓ કરવાના આરોપ મુકાયા છે.


Related News

Loading...
Advertisement
Advertisement