બાબર આઝમને પછાડી સૂર્યકુમાર યાદવ ટી-20 રેન્કીંગમાં ત્રીજા ક્રમે

22 September 2022 11:51 AM
Sports
  • બાબર આઝમને પછાડી સૂર્યકુમાર યાદવ ટી-20 રેન્કીંગમાં ત્રીજા ક્રમે

નવીદિલ્હી, તા.22 : ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવે ટી-20 રેન્કીંગમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પછાડી ત્રીજો ક્રમ મેળવ્યો છે. સૂર્યકુમારે મોહાલીમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રણ મેચની શ્રેણીની પહેલી ટી-20માં ચાર વિકેટની હાર દરમિાન 46 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગથી તેણે બેટિંગ રેન્કીંગમાં ટોચ પર ચાલી રહેલા પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને પોતાની વચ્ચેના પોઈન્ટ અંતરને પણ ઓછું કરી નાખ્યું છે. સૂર્યકુમાર હવે રિઝવાન કરતાં માત્ર 45 રેટિંગ પોઈન્ટ ઓછા મતલબ કે 780 પોઈન્ટ છે. આ યાદીમાં બીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો એડેન માર્કરામ છે જેના 792 પોઈન્ટ છે.


Related News

Loading...
Advertisement
Advertisement