ભારતમાં પણ જોવા મળશે સુપરબાઈકની રેસ: મોટો જીપી રેસની યજમાની ગ્રેટર નોઈડાને મળી

22 September 2022 11:57 AM
Sports
  • ભારતમાં પણ જોવા મળશે સુપરબાઈકની રેસ: મોટો જીપી રેસની યજમાની ગ્રેટર નોઈડાને મળી

સાત વર્ષ માટે થયો કરાર: ‘ગ્રાન્ડપ્રિક્સ ભારત’ નામ અપાયું: 50 હજારથી વધુ લોકોને મળશે રોજગાર

નવીદિલ્હી, તા.22 : ભારતમાં આવતાં વર્ષે ગ્રેટર નોઈડાના બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ઉપર પહેલી મોટો ગ્રાં પ્રિ (મોટો જીપી) વર્લ્ડ ચેમ્પિયનશિપ રેસ થશે. આ રેસને ‘ગ્રાં પ્રી ઑફ ભારત’ નામ આપવામાં આવ્યું છે. મોટો જીપીના વ્યાવસાયિક અધિકારોના માલિક ડોર્ના અને નોઈડામાં રહેતાં રેસ પ્રમોટર ફેયરસ્ટ્રીટ સ્પોર્ટસે આગલા સાત વર્ષ સુધી ભારતમાં પ્રીમિયર ટુ-વ્હીલર રેસિંગ સ્પર્ધાની મેજબાની માટે એમઓયુ કર્યા છે.

આ સ્પર્ધામાં 19 દેશોના સ્પર્ધકો ભાગ લેશે જેના કારણે દેશમાં રોગાર ઉપરાંત પર્યટન અને વ્યાપારને પ્રોત્સાહન મળશે. ટૂર્નામેન્ટના પ્રમોટરે જણાવ્યું કે મોટો જીપીની યોજના મોટો-ઈ શરૂ કરવાની પણ છે જે શૂન્ય કાર્બન ઉત્સર્જન સાથેની ઝુંબેશ રહેશે. બુદ્ધ ઈન્ટરનેશનલ સક્રિટ મોટો જીપી રેસની મેજબાની કરશે જ્યાં 2011થી 2013 સુધી ફોર્મ્યુલા વન ઈન્ડિયન જીપી આયોજિત કરવામાં આવી હતી પરંતુ નાણાકીય, આવકવેરા અને સરકારી અધિકારીઓ દ્વારા વારંવારની અડચણને કારણે તેને બંધ કરી દેવામાં આવી હતી.

આ આયોજન થકી અંદાજે 50 હજારથી વધુ લોકોને રોજગાર મળવાની સંભાવના છે.આવું પહેલીવાર નથી બની રહ્યું કે જ્યારે એક મુખ્ય આંતરરાષ્ટ્રીય ટુ-વ્હીલર શ્રેણીની મેજબાનીની તૈયારી ચાલી રહી છે. 2010ના મધ્યમાં ટ્રેક ઉપર વિશ્ર્વ સુપરબાઈક ચેમ્પિયનશિપના રાઉન્ડની મેજબાની કરવાની યોજના હતી પરંતુ અનેકવાર તે સ્થગિત થઈ જતાં આખરે રદ્દ કરવી પડી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement