ગ્રાહકોને ખેંચવા કંપનીઓ 5G સેવા 4Gના ભાવે આપી શકે છે

22 September 2022 12:01 PM
India Technology
  • ગ્રાહકોને ખેંચવા કંપનીઓ 5G સેવા 4Gના ભાવે આપી શકે છે

આવતા મહિનાથી રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ શરૂ કરી રહી છે 5G સેવાઓ

નવી દિલ્હી તા.22
રિલાયન્સ જિયો અને ભારતી એરટેલ આગામી મહિનામાં નેકસ્ટ જનરેશન બ્રોડબેન્ડ સેવા 5-જી શરૂ કરવા જઈ રહી છે, ગ્રાહકોને આ સેવા પ્રત્યે ખેંચવા કંપનીઓ 5-જીનો ભાવ 4-જીની નજીકનો જ રાખશે, એટલે કે શરૂઆતમાં આ સેવાનો દર મોંઘો નહીં રખાય તેમ ઈન્ડસ્ટ્રી એકઝીકયુટીવ અને વિશ્લેષકોનું માનવું છે.

શરૂઆતમાં આ સેવાના ભાવો ન વધારવાનું કારણ એ છે કે કંપનીઓ યુઝર્સને 5-જી મોબાઈલ બ્રોડ બેન્ડ સેવા, સ્પીડના અનુભવ લેવા પ્રોત્સાહિત કરવા અને ડેટાના વધુ વપરાશથી યુઝરની સરેરાશ રેવેન્યુ (એઆરપીયુ) વધારવા પર ફોકસ કરવા માંગે છે.

ઈન્ડસ્ટ્રીના સીનીયર એકઝીકયુટીવ અને વિશ્લેષકોને આશા છે કે આ બન્ને કંપનીઓ મુખ્ય શહેરી બજારોમાં 5-જી યુઝરનો સારો એવો બેઝ તૈયાર કર્યા બાદ જ આ સેવાઓની કિંમત પર વિચાર કરશે. આ સાથે જ કંપનીઓ ડેટાની બહેતર સ્પીડ, 4-જીથી વધુ ઉચ્ચ દરજજાની 5-જીની રજૂઆતને લઈને કવોલિટી મોરચા પર સાફ અંતર દેખાડવા માંગે છે.

વિશેષજ્ઞો કહે છે- જો કે આ તરત નથી થઈ જવાનું કારણ કે 5-જી હેન્ડસેટ મોંઘા છે અને ડિવાઈસના વિકલ્પ સીમીત છે.એનાલીસીસ મેસનમાં (ભારત અને પશ્ર્ચિમ એશિયા)ના હેડ રોહન ધમીનીએ જણાવ્યું હતું કે શરૂઆતી સમયમાં એવું નથી લાગતું કે 5-જી ઓપરેટર 4-જીની તુલનામાં વધુ ભાવ વસુલશે. કારણ કે તેમનું પ્રથમ લક્ષ્ય 5-જીના યુઝરની સંખ્યા વધારવાનું છે.


Related News

Loading...
Advertisement
Advertisement