એક જ વર્ષમાં અદાણીની સંપતિ 116 ટકા વધી : ગૌતમ અદાણીના મોટાભાઈની પણ છલાંગ

22 September 2022 12:07 PM
Business India
  • એક જ વર્ષમાં અદાણીની સંપતિ 116 ટકા વધી : ગૌતમ અદાણીના મોટાભાઈની પણ છલાંગ

હુરુન રિચ લીસ્ટમાં સામેલ : ઉદ્યોગપતિઓની કુલ સંપતિ 100 લાખ કરોડથી અધિક થઇ ગઇ

હુરુન રિપોર્ટમાં જણાવાયા પ્રમાણે અદાણી ગ્રુપના ગૌતમ અદાણીની સંપતિ એક વર્ષમાં 116 ટકા વધીને 10.9 લાખ કરોડ (140 અબજ ડોલર) થઇ છે જ્યારે અંબાણીની સંપતિ માત્ર 11 ટકા વધીને 7.9 લાખ કરોડ (99 અબજ ડોલર) રહી છે.

હુરુન લીસ્ટમાં 2021માં રિલાયન્સના મુકેશ અંબાણીની સંપતિ ગૌતમ અદાણી કરતા બે લાખ કરોડ વધુ હતી પરંતુ આ વખતે મુકેશ અંબાણી કરતાં ગૌતમ અદાણીની સંપતિ 3 લાખ કરોડ અધિક થઇ ગઇ છે. અદાણીની સંપતિમાં 9.5 લાખ કરોડનો વધારો થયો છે. ગૌતમ અદાણીના મોટાભાઈ વિનોદ અદાણીની સંપતિ પણ એક વર્ષમાં 28 ટકા વધીને 1.7 લાખ કરોડ થઇ છે અને લીસ્ટમાં છઠ્ઠા નંબરે આવી ગયા છે. ગત વર્ષે 49મો ક્રમ હતો. છેલ્લા પાંચ વર્ષમાં તેમની સંપતિમાં 850 ટકાનો ધરખમ વધારો થયો છે.

આ લીસ્ટમાં ત્રીજા ક્રમે સાયરસ પૂનાવાલા છે જેઓની સંપતિ 2 લાખ કરોડથી અધિકની છે. ગત વર્ષે તેઓ સાતમા સ્થાને હતા. હુરુન લીસ્ટમાં સામેલ ઉદ્યોગકારોની કુલ સંપતિ પ્રથમ વખત 100 લાખ કરોડને વટાવી ગઇ છે જે સિંગાપુર, સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરેબિયાની જીડીપી કરતાં પણ વધુ થવા જાય છે.


Related News

Loading...
Advertisement
Advertisement