ગુજરાતમાં એક વર્ષની અંદર 6500 કરોડનું ડ્રગ્સ-750 માફિયા પકડાયા: ગૃહમંત્રી

22 September 2022 12:12 PM
Gujarat India
  • ગુજરાતમાં એક વર્ષની અંદર 6500 કરોડનું ડ્રગ્સ-750 માફિયા પકડાયા: ગૃહમંત્રી

રાજ્યમાં ડ્રગ્સ પકડાતું નથી, પકડવામાં આવી રહ્યું છે: કોંગ્રેસે આ મામલે રાજકારણ રમવાનું બંધ કરવું જોઈએ કેમ કે તેનાથી પોલીસનું મનોબળ તૂટી રહ્યું છે: વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્ય મંત્રી આકરાં પાણીએ

નવીદિલ્હી, તા.22 : પાછલા એક વર્ષમાં ગુજરાત પોલીસે 6500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ સાથે જ ડ્રગ તસ્કરીમાં સામેલ 750 લોકોને જેલના સળિયા પાછળ પણ ધકેલી દીધા છે. આ અંગેની જાણકારી સરકારે વિધાનસભામાં આપી છે. ગુજરાત વિધાનસભામાં ડ્રગ્સ મુદ્દે ગરમાગરમ ચર્ચા થઈ હતી.

આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ કોંગ્રેસને આ મામલે રાજકારણ બંધ કરવા કહ્યું હતું કેમ કે આમ થવાથી પોલીસનું મનોબળ તૂટી રહ્યું છે. તેમણે ગૃહમાં કહ્યું કે ગુજરાત પોલીસે તાજેતરમાં જ મુંબઈમાં રહેતાં સલીમ નામના શખ્સને પકડ્યો છે જેણે કરોડો રૂપિયાનું ડ્રગ્સ વેચ્યું હતું. તે પાકિસ્તાનના કનેક્શનથી ડ્રગ્સ મેળવતો હતો. તેમણે એવું પણ પૂછયું કે મહારાષ્ટ્રમાં 2020માં કોની સરકાર હતી ? મહારાષ્ટ્રની પોલીસ તેને પકડવામાં નિષ્ફળ રહી તો અંતે ગુજરાત પોલીસે તેને પકડી પાડ્યો છે.

ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે પોલીસે ડ્રગ્સના ખતરા ઉપર બરાબરનો ગાળિયો કસી લીધો છે. પોલીસે પશ્ચીમ બંગાળ, ઉત્તરપ્રદેશ તેમજ દિલ્હી જેવા અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ પકડું છે. અમે પાકિસ્તાન સાથે સમુદ્રી સરહદો પાસે બોટમાંથી પણ ડ્રગ્સ કબજે કર્યું છે. પોલીસે એક જ વર્ષમાં 6500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ કબજે કર્યું છે તો 750 ડ્રગ તસ્કરોને સળિયા પાછળ મોકલી દીધા છે જે હજુ પણ જેલમાં બંધ છે.


Related News

Loading...
Advertisement
Advertisement