રવિવારે ભાયાવદરમાં કોંગ્રેસનું સંમેલન:કાર્યકરોને વિશાળ સંખ્યામાં ઉમટી પડવા આહવાન

22 September 2022 12:22 PM
Dhoraji
  • રવિવારે ભાયાવદરમાં કોંગ્રેસનું સંમેલન:કાર્યકરોને વિશાળ સંખ્યામાં ઉમટી પડવા આહવાન

ઉપલેટા, તા.22 : ધોરાજી-ઉપલેટાના વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને કોંગ્રેસ પક્ષના મુખ્ય આગેવાનો કાર્યકર્તાઓનું એક સમેલન રાખવામાં આવેલ છે આ સમેલન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પડધરી ટંકારાના ધારાસભ્ય લલીતભાઈ કગથરાના અધયક્ષ સ્થાને યોજાનારા હોય

તેમાં ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા જામજોધપુરના ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ મુછડીયા તેમજ રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અર્જુનભાઈ ખાટરિયા પ્રદેશ કોંગ્રેસના ઉપાધ્યક્ષ અને પ્રખર વક્તા સહેનાજબેન બાબી કોંગ્રેસ માજીમંત્રી જેન્તીભાઈ કાલરીયા પાસના આગેવાન મનોજભાઈ પનારા ખેડૂત નેતા પાલભાઈ આંબલીયા જામજોધપુર પટેલ સમાજના પ્રમુખ હિરેનભાઇ ખાંટ ભાણવડના ખેડૂત આગેવાન ગીરધરભાઈ વાઘેલા તેમજ વિવિધ ક્ષેત્રના દરેક આગેવાનો તેમજ દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે.

છેલ્લા 27 વર્ષથી રાજયની અંદર ભાજપનું સાશન હોઈ ત્યારે મોંઘવારી બેરોજગારી તેમજ ખેડૂતોને થતા અન્યાય ની સામે આવનારી 2022 ની ચુંટણીમાં આ ભાજપ પક્ષને સતામાંથી ઉખેડી ફેકી દેવા માટે હાલ આખા ગુજરાત રાજયના દરેક ક્ષેત્રના કર્મચારીઓ આ સરકારથી નારાજ હોઈ અને આંદોલન કરી રહ્યા હોઈ ત્યારે કોંગ્રેસ પક્ષની સરકાર બનાવવા માટે તા. 25/09 ને રવિવાર રોજ બપોરના 4:30 કલાકે ભાયાવદરના પટેલ સેવા સમાજમાં કોંગ્રેસ પક્ષના સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. ઉપલેટા અને ધોરાજી તાલુકાના કોંગ્રેસ પાર્ટીના કાર્યકરોને બહોળી સંખ્યામાં હાજર રહેવા આહવાન કરવામાં આવેલ છે.


Loading...
Advertisement
Advertisement