બાંટવાના રાંદલ દડવા ખાતે શરદ પુનમના ભવ્ય યજ્ઞનું આયોજન

22 September 2022 12:25 PM
Botad
  • બાંટવાના રાંદલ દડવા ખાતે શરદ પુનમના ભવ્ય યજ્ઞનું આયોજન

ઢાંક,તા. 22 : માણાવદરના બાટવા પાસે આવેલ પવિત્ર ભુમિ રાંદલના સાનિધ્યમાં તા. 9-10 રવિવારને શરદ પૂનમના પવિત્ર દિવસે ભવ્ય યજ્ઞનું આયોજન મંદિરના પૂજારી જીજ્ઞાસાબેન એચ. ગોસાઈ દ્વારા કરવામાં આવેલ છે. યજ્ઞના મુખ્ય મહેમાન તરીકે પોરબંદર નિવાસી નાગાજણભાઈ દેવાભાઈ ખુંટી સહપરિવાર ઉપસ્થિત રહેશે. આધેજમાં રાંદલની પવિત્ર ભુમી છે.

જ્યાં ઘણા વર્ષોથી આસો માસના નોરતા બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ યજ્ઞનું ભવ્ય આયોજનમાં હજારો ધર્મપ્રેમી ભાઈ-બહેનો અહીં આવે છે. યજ્ઞના દર્શન કરી પ3સાદ લઇને ધન્યતા અનુભવે છે. રાંદલ માતાજીના દર્શન કરવા રવિવારે અને મંગળવારના રોજ હજારો ભાવિકો પધારે છે. માણાવદર તાલુકાના બાંટવાથી બિલકુલ નજીક છે. તા. 9-10ને રવિવારના શરદ પૂનમના દિવસે યજ્ઞના આચાર્ય તરીકે વિદ્વાન કર્મકાંડી ભાગવતાચાર્યશ્રી રમેશભાઈ પંડિત જુનાગઢવાળા રહેશે. યજ્ઞ અને મહાપ્રસાદ અને મા રાંદલના દર્શનનો લાભ લેવા મંદિરના પૂજારી જીજ્ઞાશાબેન એચ. ગોસાઈ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.


Loading...
Advertisement
Advertisement