જસદણમાં હીરપરા પરિવારે મરણોતર ક્રિયા સાદગીથી ઉજવી દાન જાહેર કર્યું

22 September 2022 12:29 PM
Jasdan
  • જસદણમાં હીરપરા પરિવારે મરણોતર ક્રિયા સાદગીથી ઉજવી દાન જાહેર કર્યું

જસદણ, તા. 22 : જસદણ પાટીદાર સમાજના હીરપરા પરિવારે સ્વજનની મરણોતર ક્રિયા વિધિ સાદગીથી ઉજવી ગરીબ છાત્રો માટે રૂા. 1 લાખનું દાન જાહેર કર્યુ હતું. જસદણ પાટીદાર સમાજના આગેવાન જેરામભાઇ પરસોતમભાઇ હીરપરા (ઉ.વ.89)નું અવસાન થતા પરિવારજનોએ મરણોતર ક્રિયામાં મોટા ખર્ચને બદલે સાદગીથી ઉજવી તેમના પુત્રો વિઠ્ઠલભાઇ, વેલજીભાઇ, વિનુભાઇ, જેન્તીભાઇએ ગરીબ ઘરની વિદ્યાર્થીનીઓ રૂા. 1.02 હજારનું દાન કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.


Loading...
Advertisement
Advertisement