બોટાદ જીલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં આર.જે.એચ. હાઇ.ની વિદ્યાર્થીની પ્રથમ

22 September 2022 12:30 PM
Botad
  • બોટાદ જીલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં આર.જે.એચ. હાઇ.ની વિદ્યાર્થીની પ્રથમ

બોટાદ, તા.22 : તા.9/9નારોજ નાનાજી દેશમુખ ઓડીટોરીયમ હોલ, બોટાદ ખાતે યોજાયેલા જીલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં આર.જે.એચ. હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતું. જેમાં નિબંધ સ્પર્ધામાં આ શાળાની પ્રિયા પરેશભાઇ સિંધવે પ્રથમ નંબરે વિજેતા બની હતી. આ ઉપરાંત સર્જનાત્મક કારીગરી સ્પર્ધામાં શાળાની મકવાા શ્રુતિએ તૃતિય ક્રમે વિજેતા બની હતી. શાળાનું અને ગઢડા તાલુકાનું ગૌરવ વધારનાર બંને વિદ્યાર્થીઓને વહીવટદાર રોય આચાર્ય ડો.જી.બી.હેરમા અને શાળા પરિવારે અભિનંદન આપ્યા હતા.


Loading...
Advertisement
Advertisement