જેતપુરના દંપતિને ભીચરી નજીક અકસ્માત નડયો, કારે હડફેટે લેતા પત્નીનું મોત

22 September 2022 12:31 PM
Dhoraji
  • જેતપુરના દંપતિને ભીચરી નજીક અકસ્માત નડયો, કારે હડફેટે લેતા પત્નીનું મોત

♦ મહિકામાં વાડી ભાગમાં રાખી ખેતી કરતા દિનેશભાઇ ભોજક અને તેમના પત્ની લીલાબેન બાઇક પર જઇ રહ્યા હતા ત્યારે રોજડુ આડુ ઉતરતા બ્રેક મારતા પાછળથી આવતી કારે ઠોકરે લીધા હતા

♦ દિનેશભાઇને ઇજાગ્રસ્ત હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા : લીલાબેનના મોતથી રાવળદેવ પરિવારમાં કલ્પાંત

રાજકોટ, તા. રર
રાજકોટના ભીચરી નજીક રોજડુ આડુ ઉતરતા ઓચિંતિ બ્રેક લગાવતા બાઇક સવાર દંપતિને પાછળ આવતી કારે ઠોકરે લેતા સર્જાયેલા અકસ્માતમાં પત્નીનું કમકમાટીભર્યુ હોત નિપજયું હતું. આ અંગે મળતી વિગત મુજબ મુળ જેતપુરના વતની રાવળદેવ દિનેશભાઇ બાધાભાઇ ભોજક (ઉ.વ.6પ)એ રાજકોટ નજીકના મહિકા ગામ વાડી ભાગમાં વાવવા માટે રાખી હતી અને તેઓ અહીં મહિકામાં જ રહેતા હતા. ગઇકાલે સાંજે દિનેશભાઇ અને તેમના પત્ની લીલાબેન (ઉ.વ.60) બાઇક પર વાડીએ જઇ રહ્યા હતા.

ત્યારે છએક વાગ્યા આસપા મહિકા અને ભીચરી વચ્ચે રોડ પર અચાનક રોજડુ આડુ ઉતરતા દિનેશભાઇએ અચાનક બે્રક લગાવતા તેમની પાછળ પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને હડફેટે લેતા દંપતિ બાઇક પરથી ફંગોળાઇ રોડ પર પટકાયું હતું જેમાં બંને પત્ની-પત્ની ઇજાગ્રસ્ત થયા હતા અને રાજકોટ સિવિલમાં ખસેડાતા હોસ્પિટલના તબીબી સ્ટાફે લીલાબેનને મૃત જાહેર કર્યા હતા જયારે દિનેશભાઇને વધુ સારવાર માટે દાખલ કરાયા હતા. બનાવના પગલે કુવાડવા રોડ પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવા તજવીજ કરેલી, આ તરફ લીલાબેનના મોતથી રાવળદેવ પરિવારમાં શોધ છવાયો છે.


Loading...
Advertisement
Advertisement