જુનાગઢનાં યુવાને પોલીસની મદદથી વ્યાજખોરોનાં ત્રાસથી પીછો છોડાવ્યો : વ્યાજખોરો સીધા દોર થયા

22 September 2022 12:33 PM
Junagadh
  • જુનાગઢનાં યુવાને પોલીસની મદદથી વ્યાજખોરોનાં ત્રાસથી પીછો છોડાવ્યો : વ્યાજખોરો સીધા દોર થયા

રૂા. 20 હજારના 80 હજાર ચુકવ્યા છતાં 1 લાખની પઠાણી ઉઘરાણી

જુનાગઢ, તા. 22
જુનાગઢના આદર્શનગર, ગરબી ચોક વિસ્તારમાં રહેતા યુવકે કોરોના સમયે દવા માટે રૂા. 20 હજાર જેતપુરના એક શખ્સ પાસેથી લીધા હતા બાદ વ્યાજ સહિત ચાર ગણી રકમ રૂા. 80 હજાર આપી દેવા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રાખી યુવકની નોકરીના સ્થળે બેસી જઇ અપહરણ કરવાની ધમકીઓ આપતા હતા. યુવકે બે કોરા ચેક પણ વ્યાજખોર શખ્સને આપવા છતાં ટોર્ચરીંગ કરવાનું ચાલુ રાતા પોતે પોલીસને વાત કરવાનું કહેતા પોતે પોલીસે કે કોઇના બાપની બીતો ન હોવાનું કહી કોઇ કંઇ જ મારૂ બગાડી નહીં લે જે રજુઆત ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને કરતા જેને લઇને પોલીસે વ્યાજખોરને બોલાવી પોલીસની ભાષામાં સમજાવી કાયદાનું ભાન કરાવી શાનમાં સમજાવી દઇ બે કોરા ચેક પરત અપાવી દઇ અને ભવિષ્યમાં કયારેય હેરાન નહીં કરે તેવી બાંહેધરી લઇ લેતા યુવક અને તેના પરિવારે ડીવાયએસપી જાડેજા અને સમગ્ર પોલીસ તંત્રનો આભાર વ્યકત કર્યો હતો. આમ જુનાગઢ પોલીસ પ્રજાની મિત્ર છે ગુંડા, મવાલી, વ્યાજખોરોની સામે કડક હાથે કામ લેવાના બનાવમાં વધુ એક કિસ્સો ઉમેરાયો છે.


Loading...
Advertisement
Advertisement