રાજુલાનાં વાવડી ગામનાં તરૂણને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ: રાહત

22 September 2022 12:33 PM
Amreli
  • રાજુલાનાં વાવડી ગામનાં તરૂણને ફાડી ખાનાર સિંહણ પાંજરે પુરાઈ: રાહત

(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.22 : રાજુલા તાલુકાના વાવડી ગામે ગઈકાલે સાંજના સમયે એક 1પ વર્ષીય ખેત શ્રમિકને ફાડી ખાનાર સિંહણ આખરે આજે વહેલી સવારે પીંજરે પુરાતા આ વિસ્તારમાં રહેતા લોકોએ નિરાંતનો દમ લીધો હતો. ગઈકાલે તરૂણ શ્રમિકેન ફાડી ખાનાર નરભક્ષી સિંહણને પીંજરે પુરવા માટે થઈ રાત્રીના સમયે જ વન વિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્યારે આજે વહેલી સવારે નરભક્ષી સિંહણ તથા 4 પાઠડાને પીંજરે પુરવામાં વન વિભાગને સફળતા મળી હતી. આ સિંહણ તથા 4 પાઠડાને વન વિભાગે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યાનું પણ જાણવા મળેલ છે.


Loading...
Advertisement
Advertisement