જસદણ- ગઢડીયાનો માર્ગ બિસ્માર : ઉગ્ર રોષ

22 September 2022 12:34 PM
Jasdan
  • જસદણ- ગઢડીયાનો માર્ગ બિસ્માર : ઉગ્ર રોષ

જસદણથી ગઢડીયા ગામ સુધીના માર્ગમાં ઠેકઠેકાણે મસમોટા ખાડાઓ પડી ગયા હોવાથી વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડમાં માપી ન શકાય તેટલા મોટા ખાડાઓ પડી ગયા હોવાથી હજારો વાહનચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. આ રોડ જસદણ બાઇપાસ રોડ ઘેલા સોમનાથ તથા -ગઢડા(સ્વામીના) તાલુકાને જોડતો મુખ્ય માર્ગ હોવાથી અહીંથી દરરોજ હજારો નાનામોટા વાહનો પસાર થઈ રહ્યા છે. હાલ આ માર્ગ ચોમાસા દરમિયાન સાવ બિસ્માર થઈ જતા વાહનચાલકોને ક્યાંથી ચાલવું તેવો યક્ષ પ્રશ્ર્ન બની ગયો છે.


Loading...
Advertisement
Advertisement