કોડીનાર તાલુકાનાં ઘાંટવડ ગામે સ્કૂલ બસે કિશોરને હડફેટે લેતાં ગંભીર ઇજા:સારવાર માટે રાજકોટ ખસેડાયો

22 September 2022 12:34 PM
Veraval
  • કોડીનાર તાલુકાનાં ઘાંટવડ ગામે સ્કૂલ બસે કિશોરને હડફેટે લેતાં ગંભીર ઇજા:સારવાર માટે રાજકોટ ખસેડાયો

કોડીનાર તા.22 : બનાવ ની પ્રાથમિક મળતી માહિતી મુજબ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામે ગત સાંજ ના સમયે બસ સ્ટેન્ડ ચોક પાસે પ્રાંસલી ખાતે થી શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ ની સ્કૂલ બસ બાળકો ઉતારવા આવતી હતી તે સમયે અચાનક કોઈ કારણો સર ત્યાં થી સાયકલ લઈને પસાર થતાં નરેન્દ્ર પ્રેમજીભાઈ ચૌહાણ (ઉ. વ.14) ને હડફેટે લેતા બસ નું પાછળ નું ટાયર નરેન્દ્ર ના પગ પર ફરીવળતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી ત્યારે તેને તાત્કાલિક કોડીનાર રાં.ના.વાળા હોસ્પિટલ ખસેડાયો ત્યાં થી વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયા ના સમાચાર મળે છે.અત્રે ઉલ્લેખનીય છેકે ગત સવારે અંબુજા વિદ્યા નિકેતન ની 14 વર્ષ ની વિદ્યાર્થીની નું સ્કૂલે જતી વખતે અકસ્માતે માં દુ:ખદ અવસાન થયું છે ત્યારે આ બીજી ઘટના બનતા તાલુકા માં શોક ની લાગણી ફેલાઇ છે.


Loading...
Advertisement
Advertisement