કોડીનાર અંબુજા સિમેન્ટ ફાટક પાસે સ્કૂલ રિક્ષાને ઠોકર મારતા એક વિદ્યાર્થીનીનું ઘટના સ્થેળ જ કરૂણ મોત

22 September 2022 12:36 PM
Veraval
  • કોડીનાર અંબુજા સિમેન્ટ ફાટક પાસે સ્કૂલ રિક્ષાને ઠોકર મારતા એક વિદ્યાર્થીનીનું ઘટના સ્થેળ જ કરૂણ મોત

અન્ય છ બાળકોને નાની મોટી ઈજા: સારવારમાં ખસેડાયા

કોડીનાર તા.22
કોડીનાર ની પ્રોફેસર કોલોની માં રહેતા શિક્ષક મહેન્દ્રભાઈ રાણાભાઈ બારડ નિ પુત્રી હરિતા બેન (ઉ.14) જે અંબુજા વિદ્યા નિકેતન માં ધોરણ આઠમા અભ્યાસ કરતી હોય ગત વહેલીસવારે પોતાના ઘરેથી સ્કૂલ રિક્ષા માં સ્કૂલે જતી હતી ત્યારે અંબુજા સિમેન્ટ ના ફાટક પાસે જી.જે .10 - ટી.ટી -7739 ટ્રક ચાલક પોતાનો ટ્રક ગફલત અને બેફિકર થી રોંગ સાઈડમાં ચલાવી આ સ્કૂલ રિક્ષા ને હડફેટે લેતા તેમાં બેસેલ હરિતાબેન નું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું જયારે રિક્ષા ડ્રાઈવર સહિત બેસેલ બીજા છ વિધાર્થી ઓને ઈજા થતા તેને સારવાર માં દાખલ કરેલછે.

આ હરિતાબેન ના પિતા મહેન્દ્રભાઈ ફાચારિયા પ્રાથમિક શાળા માં શિક્ષક હોય તેમજ તે કોડીનાર ના નામાંકિત કોન્ટ્રાકટર એન. કે. પરમાર ની ભાણેજ થાય છે ત્યારે આ ઘટનાની જાણ થતા કોડીનાર નગરપાલિકા ના પ્રમુખ સુભાષ ભાઈ ડોડીયા,ઘનશ્યામભાઈ સોલંકી સહિત ના કારડીયા સમાજના અગ્રણીઓ સરકારી દવાખાને દોડી આવ્યા હતા જ્યારે અકસ્માત સર્જીને ટ્રક ચાલક નાસી છૂટેલ ત્યારે ફરિયાદી વાલજીભાઇ ભગવાનભાઇ રાંઠોડ ની ફરિયાદ મુજબ વઘુ તપાસ પી.એસ.આઇ. એ.ડી.ધાંધલ તપાસ ચલાવી રહ્યા છે.


Loading...
Advertisement
Advertisement