અમરેલીમાં પાલિકા સદસ્ય ઉપર લાકડી વડે હુમલો: ઇજા

22 September 2022 12:37 PM
Amreli
  • અમરેલીમાં પાલિકા સદસ્ય ઉપર લાકડી વડે હુમલો: ઇજા

(મિલાપ રૂપારેલ)
અમરેલી, તા. 22
અમરેલીના જેશીંગપરામાં રહેતા અને પાણી દરવાજા વિસ્તારમાં ફરસાણની દુકાન ધરાવતા નગરપાલિકાના સદસ્ય ગીરીશભાઇ રતિભાઇ ત્રાપસીયા નામના 3પ વર્ષીય યુવકે ગઇકાલે જેશીંગપરામાં રહેતા વિજયભાઇ અરવિંદભાઇમકવાણાને મોબાઇલ ફોનમાં ઓનલાઈન રમી સર્કલ એપથી આ વિસ્તારના છોકરાવને ના પાડી ઠપકો આપેલ તે વાતનું મનદુ:ખ રાખી સામાવાળા વિજય અરવિંદભાઇ મકવાણા, રમીલાબેન અરવિંદભાઈ મકવાણા, કંચનબેન રમેશભાઇ મકવાણા તથા ભુરી જયંતીભાઇ મકવાણાએ એક સંપ કરી પાલીકાના સદસ્યને માથાના ભાગે લાકડીનાં ઘા મારી ઇજા કરતા તેમને સારવાર માટે સરકારી દવાખાને ખસેડવામાં આવેલ છે.

મોબાઈલની લૂંટ
જામનગર જિલ્લાના વડાળા ગામે રહેતા હરસુખભાઈ ધીરૂભાઈ રાઠોડ નામના રર વર્ષીય યુવક ગઈકાલે બપોરે સાડા અગીયારના સમયે લાઠી નજીક આવેલ ભાવનગર- રાજકોટ હાઈવે ઉપરથી પસાર થતા હતા ત્યારે પાછળ આવી રહેલ અજાણ્યા ઈસમે યુવકને રોકી યુવક પાસે કબૂતર હોય તેવી ફોરેસ્ટર તરીકેની ઓળખાણ આપી યુવકને ગાળો આપી રોકડ રકમ રૂા. 400, મોબાઈલ ફોન-1 કિંમત રૂા. 3 હજાર તથા મોટર સાયકલ નં. જી.જે. 10 ડી.સી. પ4પપ કિંમત રૂા. 1પ હજાર મળી કુલ રૂા. 18,400ના મુદામાલની લૂંટ ચલાવી નાશી ગયાની ફરિયાદ લાઠી પોલીસમાં નોંધાવી છે.

મારામારી
ખાંભાના જીવાપરા ગામે રહેતા અને ખેતમજુરીનું કામ કરતાં રમેશભાઈ બાબુભાઈ પરમાર નામના રર વર્ષીય યુવક પોતાના આઈના ઘરે ગયો હતો ત્યારે યુવકના કાકીએ ગાળો આપતા તે પરત ઘરે આવી ગયા હોય ત્યારે સાંજના સમયે યુવકના કાકા જીતુભાઈ રૂખડભાઈ પરમાર, વિપુલ જીતુભાઈ પરમાર, હંસાબેન જીતુભાઈ પરમાર તથા હકુભાઈ સવજીભાઈ ચારોલાએ યુવક ઉપર લાકડી, ફાયબરનો પાઈપ સહિતના હથિયારોથી હુમલો કરી ગંભીર ઈજા કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે.


Loading...
Advertisement
Advertisement