ગોંડલના વોરાકોટડામાં ગૃહકંકાસથી કંટાળી નવોઢાએ એસીડ ગટગટાવ્યું

22 September 2022 12:39 PM
Gondal
  • ગોંડલના વોરાકોટડામાં ગૃહકંકાસથી કંટાળી નવોઢાએ એસીડ ગટગટાવ્યું

અવાર-નવાર મારકુટ કરતા પતિના ત્રાસથી ચંદાબેન રાઠોડે પગલું ભર્યું: સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયા

રાજકોટ તા.22
ગોંડલના વોરાકોટડામાં નવોઢાએ ગૃહકંકાસથી કંટાળી એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયા હતા.
બનાવની વધુ વિગત અનુસાર ગોંડલના વોરા કોટડા રોડ પર રહેતા ચંદાબેન ભવનભાઈ રાઠોડ (ઉ.21) એ ગત રાત્રે ગૃહકંકાસથી કંટાળી એસીડ પી લેતા સારવારમાં ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે ગોંડલ સીટી પોલીસ મથકને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને કારણ જાણવા તજવીજ હાથ ધરી હતી.

વધુમાં આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાના સબંધીએ જણાવ્યું હતું કે ચંદાબેન અને તેના પતિ પવન મુળ એમ.પી.ના રહીશ છે અને થોડા માસ પહેલા ગોંડલ રહેવા આવ્યા હતા અને ચંદાબેન રેસ્ટોરન્ટમાં કામ કરે છે જેમને તેના પતિ અવાર નવાર ઝઘડો કરતા હોય જેનાથી કંટાળીને પગલું ભર્યું હતું.


Loading...
Advertisement
Advertisement