ખાંભાનાં ભાણીયા વિસ્તારમાંથી ચંદન ચોર ગેંગ ઝડપાઈ

22 September 2022 12:43 PM
Amreli
  • ખાંભાનાં ભાણીયા વિસ્તારમાંથી ચંદન ચોર ગેંગ ઝડપાઈ

તમામ આરોપીઓ રાજસ્થાની: બે દિવસની રિમાન્ડ મંજુર: વાહન જપ્ત

(મિલાપ રૂપારેલ) અમરેલી,તા.22 : ખાંભા તુલસીશ્યામ રેન્જના ભાણીયા વિસ્તારમાં તા.19/9ના રોજ સાંજના વન વિભાગને બાતમી મળેલ કે, ભાણીયા વિસ્તારમાં ચંદનની ચોરી કરવાના ઈરાદાથી અજાણ્યા ઈસમો ફોર-વ્હીલ ગાડી સાથે ઘૂસેલ હોય, તો તાત્કાલિક સ્ટાફ સાથે આ સ્થળે પહોંચતા ફોર-વ્હીલ ગાડીમાં ચાર ઈસમો મળી આવેલ અને તેઓની પૂછપરછ કરતા તેઓ ચંદન ચોરી કરવાના ઈરાદાથી આવેલ હોય, તેવું કબુલ કરતા તેઓને ખાંભા કોર્ટમાં રજૂ કરવામાં આવેલ. કોર્ટ દ્વારા આરોપી દ્વારા અગાઉ કોઈ આવા ગુનામાં સંડોવાયેલ છે કે કેમ ?

તથા આ સિવાય કેટલા વ્યકિતઓ સંડોવાયેલ છે ? જેથી વધુ પૂછપરછ કરવા માટે બે દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવેલ. નાયબ વન સંરક્ષક (પૂર્વ) વન વિભાગ ધારી રાજદિપસિંહ ઝાલા તથા મદદનીશ વન સંરક્ષક મોબાઈલ સ્કોડ ઉના એસ.આર. ત્રિવેદીના માર્ગદર્શન તથા સરસીયા સ્કીમ રે.ફો.ઓ. દેસાઈની સહકાર હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર આર.ડી. પાઠક દ્વારા તા.19/9ના રોજ આરોપી (1) શાહરૂખ ફિરદોસ અલી (ઉ.વ.25), મુ. કીરતપુર, જિ. ચિતોડગઢ, રાજસ્થાન (2) મહમદ મુબારખ મહમદ શેખ (ઉ.વ.30), મુ. ભાગલ, જિ. ચિતોડગઢ, રાજસ્થાન (3) આમીર ખાન ઈશાક ખાન પઠાણ (ઉ.વ.24) મુ. ભાગલ , જિ. ચિતોડગઢ, રાજસ્થાન (4) પવન આત્મારામ વર્મા (ઉ.વ.20) મુ. બડીસાદડી, જિ. ચિતોડગઢ,રાજસ્થાન વાળાની અટક કરી તુલસીશ્યામ રેન્જ કચેરી, ખાંભા ખાતે લાવી વધુ પૂછપરછ કરતા આરોપીએ પોતાનો ગુનો કબુલ કરતા ફોર-વ્હીલ ગાડી નં. આર.જે 27 સી.બી. 8767 કબજે કરી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972ની કલમ 2(12)બી, 2 (15), 2(26), 2(23), 2(35), 2(37), 27(1), 29, 31, 50, 51 અને 52 અન્વયે ગુનો દાખલ કરી કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવેલ.


Loading...
Advertisement
Advertisement