આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોરબીમાં કોંગ્રેસની અગત્યની મિટિંગ યોજાઇ

22 September 2022 12:55 PM
Morbi
  • આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોરબીમાં કોંગ્રેસની અગત્યની મિટિંગ યોજાઇ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ભાઈ ઠાકોરની સૂચના અનુસાર ગઇકાલે મોરબી શહેર, મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિની ચૂંટણીલક્ષી માર્ગદર્શન મિટિંગ ભક્તિનગર સર્કલ પાસે આવેલ પાટીદાર હોલ ખાતે રાખવામા આવી હતી અને તેમાં દરેક બુથ દરેક ઘર સુશી જઈને કોંગ્રેસ દ્વારા અપાયેલ આઠ વચનો મતદારો સુધી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે અને બીજી ઓક્ટોબરના રોજ ગાંધી જયંતિ દિવસે પીપળી, જેતપર અને અણિયારી રોડ પર મોટર સાયકલ રેલી કાઢવાનું નક્કી કરવામાં આવ્યું છે આ મિટિંગમાં મોરબી તાલુકા અને મોરબી શહેર કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો, દરેક ફ્રન્ટલ સેલ અને મોરચાના પ્રમુખો, સ્થાનીક સ્વરાજની ચૂંટણી લડેલ ઉમેદવારો અને કાર્યકર્તા હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલ, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુંબિયા અને મોરબી શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ રાજુભાઈ કાવર સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ-મોરબી)


Loading...
Advertisement
Advertisement