જુનાગઢમાં મોબાઈલ એપમાં સટ્ટો રમાડતા બે ઝડપાયા

22 September 2022 01:12 PM
Junagadh Crime
  • જુનાગઢમાં મોબાઈલ એપમાં સટ્ટો રમાડતા બે ઝડપાયા

વાડાસડા ગામે જમીનનું ભાગીયુ રાખનાર મહિલાનો આપઘાત

જુનાગઢ તા.22 : ગત રાત્રીના જુનાગઢ સી ડીવીઝન પોલીસે જાહેર રોડ પર મોબાઈલમાં કેરેબીયન ક્રિકેટ લીગમાં ક્રિકેટનો સટ્ટો રમતા રમાડતા બેને દબોચી લીધા હતા. જયારે અન્ય એક શખ્સનું નામ ખુલવા પામ્યું છે. મધુરમ વિસ્તાર મંગલધામ-3 સિધ્ધેશ્ર્વર ટેનામેન્ટ જુનાગઢ ખાતે આરોપી આશીષ શાન્તીલાલ તન્ના ઉ.23 રે.મંગલધામ -3 વાળાના કબજાનો વીવો મોબાઈલમાં ચાલી રહેલ કેરેબીયન ક્રિકેટ લીગમાં બાર્બાડોસની વચ્ચે રમાતી ક્રિકેટ મેચમાં ગુગલ ક્રોમની અંદર ક્રિકેટ સટ્ટાની આઈડી ચાલુ કરી હારજીતના ક્રિકેટ સટ્ટા બેટીંગના રૂા.2500ના સોદાઓ કરી, પાછળથી હવાલા દ્વારા નાણાની આપ લે કરતા 10,000ના મુદ્દામાલ સાથે આરોપીઓ આશીષ શાન્તીલાલ તન્ના (ઉ.23) અને મહિમન ઉર્ફે મહીપત દીપક આચાર્ય (ઉ.29) રે. મધુરમ સાઈ બાબા વાળી ગલી બ્લોક નં.83 વાળાને દબોચી લીધા હતા. જયારે આરોપી અશોક રામ રે. જુનાગઢ વાળો મોબાઈલ વાળાએ વ્યવસ્થા કરી આપનારની સામે પણ ગુન્હો નોંધી આરોપી અશોક રામને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

મહિલાનો આપઘાત
માણાવદરના વાડાસડા ગામે રહેતા સવિતાબેન લાખાભાઈ બાટા (ઉ.55)એ વાડાસડા ગામે રહેતા મગન દેવસી માકડીયાનું ત્રીજા ભાગે જમીનનું ભાગીયુ રાખેલ જેમાં ઘર ખર્ચ પેટે દર મહિને રૂા.5000 દેવાનું નકકી કરેલ હોય જે ઘર ખર્ચના નાણા માંગતા તેના શેઠે નાણા આપવાની ના પાડી દેતા ઘર કેમ ચલાવવું જેનું લાગી આવતા ગત તા.20-9ના બપોરના 1-30 કલાકે ઝેરી દવા પી લેતા મોત નોંધાયાની ફરીયાદ મૃતકના પુત્ર મહેશભાઈ લાખાભાઈ બાટાએ નોંધાવતા માણાવદર પોલીસે તપાસ હાથ ધરી છે.

અકસ્માતે મોત
ચોરવાડ બંદર ખાતે રહેતા રામજીભાઈ મેઘજીભાઈ હોદાર (ખારવડ) (ઉ.54)ને ચોરવાડ બંદરે બીપીના કારણે ચકકર આવી જતા માથામાં ગંભીર ઈજા થવાના કારણે મોત નોંધાયું હતું. ચોરવાડ પોલીસે તપાસ હાથ ધરી છે.


Related News

Loading...
Advertisement
Advertisement