ભાવનગરના શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ પરિવારોને 97મી વાર અનાજકીટનું વિતરણ

22 September 2022 01:15 PM
Bhavnagar
  • ભાવનગરના શ્રી અંધ અભ્યુદય મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ પરિવારોને 97મી વાર અનાજકીટનું વિતરણ

નેશનલ ફ્લેગ ડે 2022ની ઉજવણીનાં ભાગરૂપે જાણીતા ઉદ્યોગપતી શશીભાઈ વાધરનાં આર્થિક સહયોગથી 97 મી અનાજકીટનું વિતરણ અંધ અભ્યુદય મંડળ ભાવનગર દ્વારા અંધ શાળા ખાતે આર્થિક રીતે પછાત અને જરૂરીયાતમંદ 22 પ્રજ્ઞાચક્ષુ પરિવારોને કરવામાં આવ્યું હતું. મંડળનાં પ્રમુખ લાભુભાઈ સોનાણીએ આ વખતના દાતા શશીભાઈ વાધર ખાસ આભાર માન્યો હતો. આ પ્રસંગે પંકજભાઈ ત્રિવેદી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હસમુખભાઈ ધોરડાએ કર્યું હતું.(તસ્વીર : વિપુલ હિરાણી)


Loading...
Advertisement
Advertisement