માણાવદરના સિંધી-મેલવાણી પરિવાર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી

22 September 2022 01:17 PM
Junagadh
  • માણાવદરના સિંધી-મેલવાણી પરિવાર દ્વારા જન્મદિવસની અનોખી ઉજવણી

માણાવદર તા.22 : પોતાનો જન્મદિવસ શાનદાર રીતે ઉજવાય અને સમાજમાં તેનો પડઘો માણાવદરમાં વસતો સિંધી-મેલવાણી પરિવાર પોતાના પુત્રનો જન્મદિવસ લોકોના લાભાર્થે, લોકોના વિચારોના ક્ધવર્ઝન થાય તેવા હેતુ સબબ પરોપકારી ભાવનાથી નજવી રહ્યો છે.

આ વર્ષે જૂનાગઢની રાષ્ટ્રીય અંધશાળાના બાળકો-યુવાનો સાથે રહીને સંગીતના વિવિધ કાર્યક્રમો સાથે હિન્દુ સંસ્કૃતિ મુજબ પાર્થનો જન્મદિવસ ઉજવાયો હતા. અંધ લોકોની વચ્ચે રહીને દીપ પ્રાગટય કરી તથા તમામ લોકોને ગુલાબજાંબુ જેવી મિઠાઈ જમાડી જન્મદિવસની ઉજવણી કરી હતી. આર્થિક સદ્ધર એવો મેલવાણી પરિવાર દેખાદેખીથી કે પોતાની વાહવાહથી કાયમ દૂર રહ્યો છે આ તેનું જમા પાસું છે. જો દરેક લોકો આ રીતે પરોપકારી ભાવના સાથે પોતાના જન્મ દિવસ ઉજવતા રહે તો આ દેશમાં ભૂખ-કુપોષણની સમસ્યા હલ થઈ જાય.


Loading...
Advertisement
Advertisement