રાણાવાવમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

22 September 2022 01:20 PM
Amreli
  • રાણાવાવમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો
  • રાણાવાવમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

પોરબંદર જીલ્લા ભારતીય મજદૂર સંઘ તથા રાણાવાવ પાલિકાના ઉપક્રમે

રાણાવાવ,તા. 22 : કુતિયાણા-રાણાવાવના ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, પોરબંદર એસટી ડેપો મેનેજર શ્રીમતી હીરીબેન કટારા, નગરપાલિકા રાણાવાવના પ્રમુખ જીવીબેન ઓડેદરા, કારોબારી અધ્યક્ષ મેરુભાઈ ઓડેદરા, જુનાગઢ વિભાગ ભારતીય મજદૂર સંઘના પ્રમુખ ભરતભાઈ ઓડેદરા, મંત્રી ચંદુભાઈ ભીંભા, દિપકભાઈ વિરમગામા, હિતેશભાઈ દુધરેજીયા, નુરુદ્દીનભાઈ તથા મયુરભાઈ કાસ્ટા ઉપસ્થિત રહીને વૃક્ષારોપણ કરીને પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું જતન કરવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં રાણાવાવ બસ સ્ટેશનમાં ફાજલ જગ્યામાં વૃક્ષારોપણ દ્વારા ગંદકીના નિકાલ સાથે એસટી સ્ટેન્ડમાં વિવિધ વૃક્ષોના જતન દ્વારા શોભાવૃધ્ધિ થવાનો વિશ્ર્વાસ રાણાવાવના વિવિધ સમાજના આગેવાનો સમક્ષ આયોજક સમિતિ વતી રામભાઈ ઓડેદરાએ કર્યો હતો.

કાર્યક્રમના પ્રારંભમાં મહાનુભાવોની સ્વાગત મજદૂર સંઘ અને નગરપાલિકાના સભ્યો દ્વારા કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ખોજા સમાજના મુખ્યાજી બરતભાઈ પટણી, અમીરભાઈ, ગરબી મંડળના પ્રમુખ જેન્તીભાઈ પાણખાણીયા, સમાજસેવી પરેશભાઈ ટેવાણી, નાથાભાઈ ગાધેર, ઓસમાણભાઈ નાઇ, વિરમભાઈ ઓડેદરા ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમનું સંચાલન બાબુભાઈ ચૌહાણે કર્યું હતું.


Loading...
Advertisement
Advertisement