લખતર મામલતદાર કચેરીમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

22 September 2022 01:28 PM
Surendaranagar
  • લખતર મામલતદાર કચેરીમાં ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.22
લખતર તાલુકા મામલતદાર કચેરીમાં તા.21-9-22ને બુધવારના રોજ લખતર મામલતદારની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા વિવિધ 11 પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતાં. લખતર મામલતદાર કચેરીમાં તા.21-9ને બુધવારે મામલતદાર જી.એ.રાઠોડની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રશ્નોની ઝડી વરસી હતી. કાર્યક્રમમાં બજરંગપૂરા ગામની સીમમાં નર્મદા કેનાલથી સિમજમીનને નુકશાનનો પ્રશ્ન, સેન્ટ જોસેફ શાળાએ જતા રોડ ઉપર ગંદકી તેમજ સીસી રોડનાં બોગસ કામનો પ્રશ્ન, કેસરીયા રોડનાં નાળા અંગેનો પ્રશ્ન, કળમ ગામે માઇનોર કેનાલના કામનો પ્રશ્ન તેમજ ભાથરિયા ગામે સીમની નર્મદા કેનાલનું રીપેરીંગ કરવા સહિત 11 પ્રશ્નો અરજદારો દ્વારા કરવામાં આવ્યા હતા. જે તમામ પ્રશ્નના અધ્યક્ષ દ્વારા હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી એચ.ટી.સાધુ સહિતના તાલુકાનાં તેમજ પ્રશ્નને લગતા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Loading...
Advertisement
Advertisement