સરકારે જાહેર કરેલી પશુદીઠ રૂા.30ની સહાય વહેલી તકે ચુકવવાની માંગ સાથે સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદન અપાયુ

22 September 2022 01:29 PM
Surendaranagar
  • સરકારે જાહેર કરેલી પશુદીઠ રૂા.30ની સહાય વહેલી તકે ચુકવવાની માંગ સાથે સુરેન્દ્રનગર કલેક્ટરને આવેદન અપાયુ

(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.22
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રાન્ટ લેતી ગોશાળાઓને બિમાર-બિનવારસી પશુઓનો નિભાવ કરવાની ફરજ પાડતો આદેશાત્મક પરિપત્ર બહાર પાડવા તેમજ રાજ્ય સરકારે જાહેર કરેલી પશુદીઠ રૂા.30ની સહાય વહેલી તકે ચુકવવાની માંગ કરતું આવેદન પત્ર રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કલેક્ટર મારફત મોકલવવામાં આવ્યુ છે.

આ અંગે ગૌતમબુધ્ધ ગૌસેવા આશ્રમ-સુરેન્દ્રનગર દ્વારા મુખ્યમંત્રીને પાઠવવા આપેલા આવેદનપત્રમાં જણાવાયુ છે કે,ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્વારા અનેક ગૌશાળાઓને ગાયોના નિભાવ અને બાંધકામ માટે લાખ્ખોની ગ્રાન્ટ આપવામાં આવે છે. પરંતુ આવી ગ્રાન્ટ લેતી ગૌશાળાઓ દ્વારા બિમાર અને બિનવારસી ગાયો-ગૌવંશને નિભાવવામાં આનાકાની થતી હોય છે. આવી ગૌશાળાઓ દૂધ આપતી ગાયોનો જ નિભાવ કરે છે અને દૂધ-ઘી સહીતની પ્રોડક્ટ ઉંચા ભાવે વેચી દેવાતી હોય છે.

આવી ગૌશાળાઓને બિમાર-બિનવારસી ગાયો-ગૌવંશનો નિભાવ કરવાનો આદેશ આપતો પરિપત્ર રાજ્ય સરકારે બહાર પાડવો જોઈએ. તેમજ જે ગૌશાળાઓ આવા બિમાર-બિનવારસી પશુઓને રાખવાની આનાકાની કરે તેની ગ્રાન્ટ બંધ કરી દેવા સુધીના પગલા લેવા જોઈએ. આવેદનપત્રમાં વધુ એમ પણ જણાવાયુ છેકે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત મહાજન પાંજરાપોળોને પશુદીઠ દરરોજ રૂા.30 લેખે સબસીડી આપવાની જાહેરાત કરી હતી. પાંજરાપોળને આ સબસીડી હજી સુધી ચુકવાઇ નથી. મહાજન સંસ્થાઓને આ પશુ સબસીડીની રકમ વહેલી તકે ચુકવવાની માંગ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે.


Loading...
Advertisement
Advertisement