લીંબડીનાં લઘુપુર ગામે સાસુ અને વહુએ ઝેર પી આપઘાતનો કરેલો પ્રયાસ

22 September 2022 01:34 PM
Surendaranagar
  • લીંબડીનાં લઘુપુર ગામે સાસુ અને વહુએ ઝેર પી આપઘાતનો કરેલો પ્રયાસ
  • લીંબડીનાં લઘુપુર ગામે સાસુ અને વહુએ ઝેર પી આપઘાતનો કરેલો પ્રયાસ

સામાન્ય ઝઘડામાં બનેલો બનાવ : બંનેને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાઇ

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.22
લીંબડી તાલુકાના લઘુપુર ગામે સામાન્ય બાબતમાં ઝઘડો થતા સાસુ વહુએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. સાસુ વહુ બંનેએ ઝેરી દવા ગટગટાવતા લીંબડી સાર્વજનિક હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યા બાદ વધુ સારવારની જરૂરિયાત જણાતા સુરેન્દ્રનગર સી યુ શાહ મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા અને તેના તાલુકા મથકોએ પરિવારોમાં નાની મોટી વાતોને લઇ અને ઝઘડાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે અને સહનશીલતાઓ ઘટી રહી છે ત્યારે સામાન્ય બાબતને લઈ અને પરિવારમાં ઝઘડાઓનું સ્વરૂપ ક્યારે મોટી ઘટના સર્જાય તે નવાઈ નહીં ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના લઘુપુર ગામે સામાન્ય વાત લઈ અને કામની ચકરારમાં સાસુ વહુ વચ્ચે ઝઘડો થવાનો બનાવ સામે આવ્યો છે અને આ ઝઘડો એટલો બધો આગળ વધી ગયો કે બંનેને આત્મહત્યા કરવા સુધીના પ્રયાસો કરવા પડ્યા છે

લીંબડી પોલીસ મથકથી જાણવા મળતી વિગતો અનુસાર લીંબડી તાલુકાના લઘુપુર ગામ ખાતે સામાન્ય કામકાજ બાબતે સાસુ વહુ સાથે બોલાચાલી થતા સામાન્ય બાબતને ધ્યાનમાં લઇ અને સાસુ અને વહુ બંનેએ આત્મહત્યા કરી લેવાનો પ્રયાસ કર્યો અને ઝેરી દવા ગટગટાવી લેતા બંનેને પ્રથમ સારવાર માટે લીંબડી ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખાતેની સી યુ શાહ મેડિકલ કોલેજ ખાતે સારવાર માટે હાલમાં ખસેડવામાં આવી છે ત્યારે પોલીસે ફરિયાદ નોંધી અને હાલમાં તપાસ હાથ ધરી છે.


Loading...
Advertisement
Advertisement