સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતનું મુળી સ્વામિનારાયણ મંદિરના મહંત હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા સન્માન કરાયું

22 September 2022 01:34 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતનું મુળી સ્વામિનારાયણ મંદિરના મહંત હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા સન્માન કરાયું

જિલ્લા પોલીસ અધિક્ષક સાથે ડીવાયએસપી એચ.પી. દોશી પણ ઉપસ્થિત રહ્યા

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.22 : સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી સમયમાં મંદિરની 200મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી અનાર છે ત્યારે મૂળી ખાતે જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાત મુળી ખાતેના સ્વામીનારાયણ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતની કામગીરીને લઈ અને અનેક પ્રકારની સમસ્યાઓનું નિરાકરણ આવ્યું હોવાનું હાલમાં મુળી સ્વામિનારાયણ મંદિરના મહંતો દ્વારા જણાવવામાં આવ્યું હતું

અને આ સમયે જ્યારે મુળી સ્વામિનારાયણ મંદિર ખાતે હરિપ્રકાશ વલ્લભદાસ સ્વામી દ્વારા હરેશ દુધાતનું સન્માન કરી અને તેમની કામગીરીને બિરદામ આવી હતી ત્યારે એમની સાથે રહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ડીવાયએસપી એચપી દોશીને પણ સારી કામગીરી બદલ આવકાર આપ્યો હતો અને આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના અનેક સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. કૃષ્ણ વલ્લભદાસ સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સન્માન કાર્યક્રમને સફળ બનાવવામાં મંદિરના કાર્યકરોએ સહયોગ આપી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો


Loading...
Advertisement
Advertisement