વિધાનસભામાં ખાદ્યતેલના ભાવવધારા મુદ્દે હંગામો : કોંગ્રેસનો વોકઆઉટ

22 September 2022 02:18 PM
Ahmedabad Gujarat Politics
  • વિધાનસભામાં ખાદ્યતેલના ભાવવધારા મુદ્દે હંગામો : કોંગ્રેસનો વોકઆઉટ

♦ ‘ભાજપ તારા રાજમાં ભગવાનનું નામ સસ્તુ, બાકી બધુ મોંઘુ’

♦ પરેશ ધાનાણીએ મોંઘા ખાદ્યતેલ અને ભાવનો રેકોર્ડ રજૂ કરતાં શાસક-વિપક્ષી સભ્યોના સામસામા આક્ષેપ : પરેશ ધાનાણીનું માઇક બંધ કરી દેવાયું

ગાંધીનગર,તા. 22
ગુજરાતમાં ખાદ્યતેલોના ભાવ અંકુશમાં રાખવા બાબતે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી અને સરકાર વચ્ચે આક્રમક પ્રહારો થયા હતા તો બીજી તરફ પરેશ ધાનાણી એ ખાદ્ય તેલ ડબ્બા ના ભાવ ની સડસડાટ ક્રમશ: વિગતો આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ આપતા હતા આ દરમિયાન બંને પક્ષના ધારાસભ્યો પોતાની જગ્યા ઉપર ઊભા થઈ એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા હતા આ દરમિયાન કોંગ્રેસના પુંજાભાઈ વંશે ભારે હંગામા વચ્ચે લંપી વાયરસનો મુદ્દો ઉપસ્થિત કરતા વિધાનસભા અધ્યક્ષ તેમના પોઈન્ટ ઓફ ઓર્ડર નકારી કાઢ્યો હતો અને અંતે કોંગ્રેસે પણ વોક આઉટ કર્યો હતો.

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે આજે ખાદ્ય તેલ ના ભાવ બાબતે તથા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચકમક થઈ હતી. આજે ટૂંકી મુદતના પ્રશ્ન અન્વયે પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ખાદ્ય તેલના ભાવો અંકુશ રાખવા બાબતે રાજકીય નિવેદનો કર્યા હતા જેમાં તેમણે સરકાર સમક્ષ આક્રોશ અને આક્ષેપ કર્યો હતો કે આજે પણ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા નથી એટલું જ નહીં પરેશ ધાનાણીએ 10 સપ્ટેમ્બર ના રોજ કૃષિ મંત્રીએ આપેલા ઉતરનો રેકોર્ડ ચકાસી લેવા ચેલેન્જ કરી હતી.

આ દરમિયાન તેમણે સીંગતેલ કપાસિયા સરસવ અને સોયાબીનના ભાવોની વિગતો વિધાનસભા ગૃહમાં રજૂ કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિરોધ વ્યક્ત કર્યો હતો અને કોંગ્રેસના ધારાસભ્ય ગૃહને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો આ તબક્કે બંને પગના ધારાસભ્યો પોતાની જગ્યા ઉપર ઊભા થઈ આક્ષેપક કરતા હતા આ દરમિયાન કોંગ્રેસના શૈલેષ પરમારે રાજકીય નિવેદન આપ્યું હતું કે ખાદ્ય તેલના ભાવ સાંભળી આખું કેબિનેટ કેમ ઊભું થઈ ગયું ?

એટલું જ નહીં વિપક્ષના અમારા ધારાસભ્ય એ સરકારે રજૂ કરેલા આંકડા જ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યા તો આ બાબત ખોટું શું છે તેવો પ્રશ્નાર્થ કર્યો હતો આ તબક્કે ભારે હંગામા વચ્ચે પરેશ ધાનાણી ફરસાણના વધી ગયેલા ભાવોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું કે ગાંઠીયા ભજીયા જલેબી અને ભાજીપાવ મોંઘા થઈ ચૂક્યા છે ત્યારે ભાજપ તારા રાજમાં ભગવાનનું નામ સસ્તુ બાકી બધું મોંઘો મોંઘુ એવી કહેવતનું ઉચ્ચાર કરતાં અધ્યક્ષ આચાર્ય એ પરેશ ધાનાણીનું માઈક બંધ કરી દેવાનો આદેશ કર્યો હતો.

આ દરમિયાન અને નાગરિક પુરવઠા મંત્રી નરેશ પટેલે સરકારે કરેલી કામગીરીની વિગતો આપી હતી અને જાહેરાત કરી હતી કે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની સરકાર દ્વારા ગુજરાત સરકારે સૌપ્રથમ વખત 71 લાખ કાર્ડ ધારકોને તેલ આપવાનો નિર્ણય કર્યો હતો તે પરંપરા મુજબ ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકાર પણ દિવાળીના સમયમાં 73 લાખ કાર્ડ ધારકોને સબસીડી સાથેનું ડબલ ફિલ્ટર તેલનું વેચાણ કરશે.

એટલું જ નહીં આ નિર્ણયથી રાજ્યના 3.50 કરોડ નાગરિકોને લાભ થશે તેવી જાહેરાત વિધાનસભા ગૃહમાં કરે તે આ તબક્કે કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય પૂજાભાઈ વંશ લમ્પી વાયરસ નો મુદ્દો ઉપસ્થિત કરી પ્રશ્ન પૂછવાની તક મેળવવા સતત પ્રયત્ન કર્યો હતો પરિણામે અધ્યક્ષે તેમના પોઈન્ટ ઓફ ઓર્ડરને માન્ય ન રાખતાં કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચાર સાથે વોક આઉટ કર્યો હતા

‘કેગ’નો અહેવાલ વિધાનસભામાં રજૂ : મુંદ્રા પોર્ટ પર પ્રદુષણ નિયમોનું ઉલ્લંઘન
ગાંધીનગર : વિદ્યુત મથકો ઉપર પૂરતી રાખના નિકાલ કરવાના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું કેગના અહેવાલમાં સામે આવ્યું છે કેગના જણાવ્યા અનુસાર કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ મુંદ્રા ખાતે પ્રદૂષણ નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું દ્વારા નોંધવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના ટૂંકા સત્રમાં અંતિમ દિવસે આજે કેગનો અહેવાલ વિધાનસભા ગ્રુપમાં રજૂ કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત સરકાર દ્વારા હવા પ્રદુષણ નિયંત્રણ અંગેની કામગીરીનો ઓડિટ અહેવાલ વિધાનસભાના મેજ ઉપર મૂકવામાં આવ્યો છે.

જેમાં એવી હકીકતો બહાર આવી છે કે પર્યાવરણની મંજૂરી અને તેની શરતો મુજબ કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ એ માર્ચ 2016 સુધીમાં રાખના સો ટકા કરવાનો હતો પરંતુ તે શક્ય બન્યું નથી જેના કારણે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ ગુજરાત પાવર લિમિટેડ ની વાર્ષિક અમલીકરણ યોજના રજૂ કરવાના નિર્દેશ કર્યા હતા જોકે જાન્યુઆરી 2018માં સ્થળ મુલાકાત લેતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ એ 16.39 મેં.ટન રાખનું તળાવ સાથે 1.50 લાખ મેં ટન ઊડતી રાખની સિલક હોવાનું કેગ ના ધ્યાને આવ્યું છે.

જોકે પર્યાવરણય મંજૂરી અને તેના આદેશ મુજબ મથકના પરિસરમાં નીચાણ વાળો વિસ્તાર જોવા મળે નથી આ ઉપરાંત પોસ્ટર ગુજરાત પાવર લિમિટેડની વેચાણ વાળા વિસ્તારમાં ઉડતી રાખ નાખવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી પર વાનગી પણ મેળવી ન હોવાનું કેગે નોંધ્યું છે. એટલું જ નહીં 2021 માં ખુદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સ્વીકાર કર્યો હતો કે કોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ દ્વારા ઉડતી રાખ ના નિયમો અને તેના માટે બનાવાયેલા નિયમો બિલકુલ પાલન કર્યું નથી જોકે પોસ્ટલ ગુજરાત પાવર લિમિટેડ સામે યોગ્ય પગલાં લેવાની દરખાસ્ત ની હજુ સુધી મંજૂરી મળી નથી અને હાલ આ પ્રક્રિયા ચાલુ હોવાનું પણ કેગના અહેવાલમાં સામે આવ્યું છે

કોંગ્રેસનો વોકઆઉટ છતાં અંબરીશ ડેર અને પ્રતાપ દૂધાત બેઠા રહ્યા : અનેકવિધ ચર્ચા
ખાદ્યતેલના ભાવ અંકુશ માં રાખવા બાબતે આજે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે હંગામો થયો હતો તો બીજી તરફ લંબી વાયરસ મુદ્દે કોંગ્રેસના વોટ આઉટ બાદ પણ કોંગ્રેસના પ્રતાપ દુધાત અને અમરીશ ડેર વોક આઉટ માં જોડાયા ન હતા આ દરમિયાન અમરીશ ડેરે પ્રતાપ દુધાતે દરમિયાનગીરી કરી હતી અને બહાર નીકળવા કહ્યું હતું.
Pratap Dudhat - Savarkundla, Gujarat Legislative AssemblyAmbarish Der (Amarish Der) - 98 - Rajula Vidhan Sabha Constituency - Member  Of Legislative Assembly (MLA) - Incumbent - I - 98 - Rajula MLA -  OpenCampaign Politician Profile - India's Best Civic Engagement Platform!
પરંતુ પ્રતાપ દુધાત પોતાની જગ્યા ઉપર બેસીને નજીકમાં બેઠેલા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ને વંદન કરી કોઈક ચર્ચા કરતા નજરે ચડ્યા હતા આ દરમિયાન સચિવાલયમાં આ દ્રશ્ય જોઈને કેટલાક લોકો એવી વાત કરતા હતા જે દ્રશ્ય જોઈને એવી ચર્ચા વહેતી થઈ હતી કે આવનાર સમયમાં હવે કોંગ્રેસના પ્રતાપ દુધાત અને અંબરીશ ડેર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા જઈ રહ્યા છે કે શું ?


Related News

Loading...
Advertisement
Advertisement