નવાઝ શરીફને નીચા દેખાડવા ઈમરાનખાને મોદીના વખાણ કર્યા!

22 September 2022 02:25 PM
India World
  • નવાઝ શરીફને નીચા દેખાડવા ઈમરાનખાને મોદીના વખાણ કર્યા!

વિદેશમાં શરીફની અબજોની સંપતિ, શું મોદીની વિદેશમાં આટલી હશે?: ઈમરાન

ઈસ્લામાબાદ (પાકિસ્તાન) તા.22
પાકિસ્તાનના પુર્વ વડાપ્રધાન ઈમરાનખાને વધુ એકવાર ભારતના વડાપ્રધાન મોદીના ગુણગાન ગાયા છે! પાકિસ્તાનના પુર્વ પીએમ નવાઝ શરીફની અબજો રૂપિયા સંપતિ વિદેશમાં હોવાનો આરોપ લગાવીને ઈમરાનખાને કહ્યું હતું. પડોશી દેશ ભારતના પીએમ મોદીની શું આટલી સંપતિ વિદેશમાં છે?

ઈમરાનખાનના ભાષણનો આ વિડીયો ઈન્ટરનેટમાં વાયરલ થયો છે જેમાં તે હાલ વિદેશમાં રહેતા પાક.ના પુર્વ પીએમ નવાઝ શરીફ પ્રહાર કરતા કહે છે- વિશ્વના અન્ય કોઈ નેતા પાસે વિદેશમાં પાકિસ્તાનના પુર્વ પીએમ નવાઝ શરીફ જેટલી સંપતિ નહીં હોય. સાથે સાથે સવાલિયા અંદાજમાં પૂછયું હતું કે પડોશી દેશ ભારતના વડાપ્રધાન મોદીની શું ભારતની બહાર વિદેશમાં સંપતિ હશે?


Related News

Loading...
Advertisement
Advertisement