ભાજપના જીતુ સુખડીયા-કોેંગ્રેસના શૈલેષ પરમાર શ્રેષ્ઠ ધારાસભ્ય

22 September 2022 03:17 PM
Ahmedabad Gujarat Politics
  • ભાજપના જીતુ સુખડીયા-કોેંગ્રેસના શૈલેષ પરમાર શ્રેષ્ઠ ધારાસભ્ય

વિધાનસભા સ્પીકર-મુખ્યમંત્રીએ એવોર્ડ આપ્યો

ગાંધીનગર,તા.22
ગુજરાત વિધાનસભામાં આજે શ્રેષ્ઠ ધારસભ્યો તરીકે ભાજપ અને કોંગ્રેસના ધારસભ્યની પસંદગી કરવામાં આવી હતી. આ અંગે અધ્યક્ષ ડો. નિમા બેન આચર્ય એ ગૃહની શરૂઆતમાં આ અંગેની સત્તાવાર જાહેરાત કરતાં ગૃહ માં જણાવ્યું કે આજે શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ભાજપના જીતુ ભાઈ સુખડીયા અને કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમરની કમિટીએ પસંદગી કરી હોવાનું જાહેર કર્યું હતું.

ગુજરાત વિધાનસભા માં લોક પ્રતિનિધિત્વ કરતાં શ્રેષ્ઠ ધારાસભ્યને પુરાષ્કૃત કરવાની શરૂઆત પૂર્વ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ કરી હતી. ત્યારે આ કામગીરી માટે ખાસ કમિટી પણ બનાવવામાં આવી હતી. જે શ્રેષ્ઠ ધારાસભ્યોને નિયત માપદંડ મુજબ પસંદ કરે છે.ત્યારે આજે ટૂંકા સત્રના અંતિમ દિવસે 2021 ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે જીતુભાઈ સુખડીયા અને 2022 માટે કોંગ્રેસના શૈલેષ ભાઈ પરમાર ની પસંદગી ઉતારી છે. ઉલ્લેખનીય છેકે આજે ગૃહમાં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે પસંદ થયેલા બંને સભ્યોને મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ , વિપક્ષી નેતા અને અન્ય હોદેદારો એ એવોર્ડ આપી સન્માનિત કર્યા હતાં.


Related News

Loading...
Advertisement
Advertisement