જામનગરમાં પરિણિતાએ ચુંદડીનો ગાળીયો બનાવી ફાંસો ખાઇ લીધો

22 September 2022 03:24 PM
Jamnagar
  • જામનગરમાં પરિણિતાએ ચુંદડીનો ગાળીયો બનાવી ફાંસો ખાઇ લીધો

3 દિવસ અગાઉ અજાણી વ્યકિત સાથે ફોનમાં વાત કરવાની પતિએ ના પાડતા મનમાં લાગી આવવાથી પગલુભર્યાની જાહેરાત

જામનગર તા.22: જામનગરમાં સત્યમ કોલોની વિસ્તારમાં રહેતી એક પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. અજાણી વ્યક્તિ સાથે મોબાઇલ ફોનમાં વાત કરવા બાબતે પતિએ ઠપકો આપતાં મનમાં લાગી આવવાથી આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં સત્યમ કોલોની ઓશવાળ-4 શેરી નંબર-3 માં બ્લોક નંબર 51 માં રહેતી સુનિતાબેન સંદીપભાઈ મેઢીયા નામની 26 વર્ષની પરણીતાએ ગઈકાલે પોતાના ઘેર લોખંડના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પતિ સંદીપ દિલીપભાઈ મેઢીયા એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન નો

પોલિસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક સુનિતાબેન આજથી ત્રણેક દિવસ પહેલાં અજાણી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરી રહી હતી, જેને વાત કરવાની ના પાડતાં તેણીને મનમાં લાગી આવ્યું હતું, અને આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.


Loading...
Advertisement
Advertisement