લાલપુર તાલુકાના રીંજપર ગામમાં રહેતા ટ્રેઝરી ઓફિસના કર્મચારીનો ગળાફાંસા દ્વારા આપઘાત

22 September 2022 03:27 PM
Jamnagar
  • લાલપુર તાલુકાના રીંજપર ગામમાં રહેતા ટ્રેઝરી ઓફિસના કર્મચારીનો ગળાફાંસા દ્વારા આપઘાત

જામનગર તા.22: લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં રહેતા અને લાલપુરની ટ્રેઝરી ઓફિસમાં નોકરી કરતા એક કર્મચારીએ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. પોતાને દારૂ પીવાની ટેવ હોવાથી તેમજ લીવરની બીમારીના કારણે ઉપરાંત પોતાનું સગપણ થતું ન હોવાના કારણે આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.

આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના રીંઝપર ગામમાં રહેતા અને લાલપુરની ટ્રેઝરી કચેરીમાં ફરજ બજાવતા વજશીભાઈ ઉકાભાઇ બેલા નામના 32 વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં દોરી બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ખીમાભાઈ ઉકાભાઇ બેલાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.પી. વસરા ઘટનાસ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ ની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતકને દારૂ પીવાની ટેવ હતી, અને પોતાને લીવરની પણ બીમારી હતી. ઉપરાંત પોતાનું સગપણ થતું ન હોવાના કારણે ગુમસૂમ રહેતા હતા, અને ગઈકાલે ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો હતો. જે મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.


Loading...
Advertisement
Advertisement