રાજકોટના સતત વિકાસની સાથોસાથ પ્રદૂષણના પ્રમાણમાં પણ જોખમી વધારો

22 September 2022 03:54 PM
Rajkot
  • રાજકોટના સતત વિકાસની સાથોસાથ પ્રદૂષણના પ્રમાણમાં પણ જોખમી વધારો

સી.પી.આઇ. આંકમાં અનુક્રમે 22.18 અને 3.86 પોઇન્ટનો વધારો: કેગનો રીપોર્ટ

ગાંધીનગર,તા.22
રાજકોટના થઇ રહેલા સતત વિકાસની સાથોસાથ શહેરના પ્રદૂષણના પ્રમાણમાં પણ જોખમી રીતે વધારો થઇ રહયાનું બહાર આવી રહયું છે. વર્ષ 2009થી 2018 દરમિયાન કરવામાં આવેલા સર્વે દરમિયાન રાજકોટના સંચિત પર્યાવરણ પ્રદૂષણ સૂચક (સી.ઇ.પી.આઇ.) આંકમાં અનુક્રમે 22.18 અને 3.86 પોઇન્ટનો વધારો નોંધાયો છે. એક અહેવાલ મુજબ વર્ષ 2018માં રાજકોટનો કુલ સુચક આંક 70.62 ટકા નોંધાયો હતો.

અત્રે ઉલેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા પ્રદૂષણ નિયંત્રણ અંગેની કામગીરી નો ઓડિટ અહેવાલ દ્વારા જાહેર કરવામાં આવે છે જેમાં રાજકોટ નો CEPI આંક 2009 ની તુલનાએ અનુક્રમે 22.18 અને3.86 પોઈન્ટ જેટલો વધ્યો હતો અને આ શહેર ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તાર બન્યા હોવાનું કેગના અહેવાલમાં સામે આવ્યું છે ગુજરાત વિધાનસભામાં આજે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરીનો ઓડિટ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાતના ગમે તે રીતે પ્રદૂષીત વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવે છે.

જેમાં વાપી અંકલેશ્વર વટવા અમદાવાદ ભાવનગર અને જુનાગઢ ને વર્ષ 2010માં ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જોકે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ચોક્કસ શરતોના કડક પાલન ના કારણે વર્ષ 2016 માં ફેર આકારણી કરવામાં આવી હતી જોકે ભારતના ઔદ્યોગિક વિસ્તારોના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા 2009 થી 2018 દરમિયાન કરવામાં આવેલી પર્યાવરણીય ગુણવત્તા દેખરેખ ના આધારે ગુજરાતના સૌથી વધુ પ્રદૂષિત દસ
વિસ્તારોનો સર્વગ્રાહી પર્યાવરણનો પ્રદૂષક સૂચક આંક જાહેર કરવામાં આવ્યો હતો.

જે મુજબ રાજકોટમાં વર્ષ 2018માં 70.62 ટકાનો સૂચક આંક નોંધાયો છે જ્યારે મોરબીમાં 54.24 ટકા નોંધાયો છે જોકે ક્રમશ: જોવા જઈએ તો સૌથી વધુ અંકલેશ્વર વાપી અમદાવાદના વટવા વિસ્તાર અને સુરતનો સમાવેશ થાય છે એટલે કે વર્ષ 2018 માં વાપી અંકલેશ્વર વટવા અમદાવાદ ભાવનગર અને જુનાગઢનો સીપીઆઈ આંકમાં ઘટાડો નોંધાયો છે.

જ્યારે વડોદરા હવે રાજ્યમાં સૌથી વધુ અને રાજકોટ નો સીઈપીઆઈ અંક 2009ની તુલનાએ અનુક્રમે 22.18 અને 3.86 જેટલો વધ્યો હતો અને આ શહેરોને જે તે સમયે જોખમી પ્રદૂષિત વિસ્તારમાંથી ગંભીર રીતે પ્રદૂષિત વિસ્તાર બન્યા હોવાનું નોંધવામાં આવ્યું છે.


Related News

Loading...
Advertisement
Advertisement