દૂધમાં કેટલી ભેળસેળ? નમુના લેવા ડેરીઓ પર દરોડા ચાલુ

22 September 2022 04:03 PM
Rajkot
  • દૂધમાં કેટલી ભેળસેળ? નમુના લેવા ડેરીઓ પર દરોડા ચાલુ

ઓમનગર અને ચંદ્રપાર્કમાંથી સેમ્પલ લેવાયા : આજી રોડ પર સુપર માર્ટ, ફરસાણ, પ્રોવિઝન સ્ટોર, મેડીકલ સ્ટોરને ફૂડ લાયસન્સ માટે ફટકારાતી નોટીસો

રાજકોટ, તા. 22
મનપા દ્વારા ફરી જુદી જુદી ડેરીઓમાં દૂધના નમુના લેવાની કામગીરી ઝુંબેશની જેમ ચાલુ રાખવામાં આવી છે. તો આજી ડેમ રોડ પર સુપર માર્કેટ સહિતની પેઢીઓની ફૂડ લાયસન્સ માટે નોટીસો ફટકારવામાં આવી છે.

1પ0 ફુટ રોડ પર ઓમનગર-એમાં આવેલ અમૃતધારા ડેરી ફાર્મ અને બીગ બજાર પાસે ચંદ્ર પાર્કમાં આવેલ સમૃધ્ધ ડેરીમાંથી મિકસ દૂધનો નમુનો લઇ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. છેલ્લા અઠવાડિયામાં દૂધના નમુનાની ઝુંબેશ ફરી વેગવંતી બનાવવામાં આવી છે.

દરમ્યાન ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે માંડા ડુંગર, આજી ડેમ ચોકડી વિસ્તારમાં 15 ધંધાર્થીને ત્યાં તપાસ કરી 11 પેઢીને લાયસન્સ બાબતે નોટીસ અપાઇ છે તો ઘી, મસાલા, મીઠાઇ તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ 10 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

જેઓને નોટીસ અપાઇ છે તેમાં (1)આજી સુપર માર્ટ (2)અરમાન જનરલ સ્ટોર (3)અરિહંત જનરલ સ્ટોર (4)કેક એન જોય (5)માં ચામુંડા ફરસાણ (6)શિવ પ્રોવિઝન સ્ટોર (7)રાધે ક્રિશ્ના ડેરી ફામ (8)રાધે ક્રિશ્ના પ્રોવિઝન સ્ટોર (9)ધાર્મી મેડિકલ સ્ટોર (10)યશશ્વી પ્રોવિઝન સ્ટોર (11)શિવ ડેરી પ્રોવિઝન સ્ટોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત (12)એવરીડે સુપર માર્કેટ (13)શિવ ઉમંગ મેડિકલ સ્ટોર (14)કૃપા જનરલ સ્ટોર (15)બાલાજી ફરસાણમાં તપાસ કરવામાં આવી હતી.

Related News

Loading...
Advertisement
Advertisement