ભારે વરસાદમાં કેદારનાથ હાઈવેમાં ભુસ્ખલન : યાત્રીઓનો બચાવ: ગૌરીકુંડ હાઈવે બંધ કરાયો

22 September 2022 04:37 PM
India
  • ભારે વરસાદમાં કેદારનાથ હાઈવેમાં ભુસ્ખલન : યાત્રીઓનો બચાવ: ગૌરીકુંડ હાઈવે બંધ કરાયો
  • ભારે વરસાદમાં કેદારનાથ હાઈવેમાં ભુસ્ખલન : યાત્રીઓનો બચાવ: ગૌરીકુંડ હાઈવે બંધ કરાયો

પહાડી વિસ્તારોમાં સતત પથ્થરો ધરાશાયી થતાં માર્ગમાં અડચણ

રૂદ્રપ્રયાગ,તા.22
ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે ચારધામ યાત્રાના કેદાનનાથ જતા યાત્રીકોને મોટી મુશીબતોનો સામનોે કરવો પડયો છે. ભારે વરસાદના લીધે હાઈવે માર્ગોમાં પહાડો ધરાશાયી થતા માર્ગમાં ટ્રાફિક જામ થતો રહે છે. પ્રસાશક દ્વારા જેસીબી મશીનથી હાઈવે માર્ગોને ખોલવાની કામગીરી ચાલી રહી છે.

રૂદ્ર પ્રયાગમાં સતત ભારે વરસાદથી પહાડી વિસ્તારોમાં પહાડો ધરાશાયી થતાં ફાડાથી આગળ તલસાલી ગામ પાસે ગોરીકુંડ હાઈવેમાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. હાઈવે માર્ગોમાં વાહનોની લાંબી કતારો જોવા મળી હતી.કેદાનનાથ હાઈવેમાં સતત ભુસ્ખલનથી અનેક યાત્રીઓનો બચાવ થયો છે. વરસાદ સાથે પહાડો ધરાશાયી થતા હાઈવેના ખોલવામાં મોટી અડચલો ઉભી થઈ રહી છે.

હાઈવેના હેલ્ગુગાડ-સુ.નગર વચ્ચે વનને પરથી મોટા પથ્થરો ગબડતા સ્થાનીકો પણ પરેશાન થયા છે. વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર થતા યાત્રિકો ઠંડી અનુભવી રહ્યા છે. સુનગર-ગંગનાની વચ્ચે બે હજાર યાત્રિકો શરદી-ખાસી-ઉધરસનો ભોગ બન્યા છે.


Related News

Loading...
Advertisement
Advertisement