‘આવતી વિધાનસભામાં તમારા કેટલા હશે’: વિપક્ષની ટિપ્પણીથી વાતાવરણ ગરમાયું

22 September 2022 04:40 PM
Ahmedabad Gujarat
  • ‘આવતી વિધાનસભામાં તમારા કેટલા હશે’: વિપક્ષની ટિપ્પણીથી વાતાવરણ ગરમાયું

♦ વિધાનસભા સત્રના અંતિમ દિને હોબાળો!

♦ જોકે ધારાસભ્ય શેખે માફી માગતા મામલો ઠંડો પડયો

ગાંધીનગર તા.22
ગુજરાત વિધાનસભા સત્રના અંતિમ દિવસે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક પ્રહારો વચ્ચે રાજકીય ટિકા ટિપ્પણી કરતા ગૃહમાં ઉતેજના સભર વાતાવરણ સર્જાયું હતું, જોકે કોંગ્રેસના સભ્યે બાદમાં તમામ સભ્યોની માફી માગતા ગૃહમાં વાતાવરણ શાંત થયું હતું.

આ અંગેની વિગત એવી છે કે, કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુંમરે ભાજપના દંડક પંકજ દેસાઈ પર કટાક્ષ કરતા વાતાવરણ ઉત્તેજના સભર થયું હતું. દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે એવી ટિપ્પણી કરી હતી કે મારાથી પાંચ વર્ષ દરમિયાન કંઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો.

આજે વિધાનસભાના છેલ્લા દિવસ છે ત્યારે ભગવાન અને રાજકીય પક્ષના હાઈ કમાન્ડ જાણે કે અહીં બેઠેલા પૈકી આવતા વખતે કોણ હશે ને કોણ નહીં. ગ્યાસુદીનની આ ટિપ્પણીથી ગૃહમાં વાતાવરણ ગરમાયું હતું જોકે બાદમાં તેમણે માફી માગતા વાતાવરણ શાંત થયું હતું.


Related News

Loading...
Advertisement
Advertisement