કોંગ્રેસનું ચૂંટણી જાહેરનામુ પ્રસિદ્ધ: 24 વર્ષ બાદ ‘બીન ગાંધી’ નેતા પક્ષ પ્રમુખ બનશે

22 September 2022 04:46 PM
India Politics
  • કોંગ્રેસનું ચૂંટણી જાહેરનામુ પ્રસિદ્ધ: 24 વર્ષ બાદ ‘બીન ગાંધી’ નેતા પક્ષ પ્રમુખ બનશે

24થી30 સુધી ફોર્મ ભરાશે: 17 ઓકટોબરે મતદાન-19મીએ પરિણામ

નવી દિલ્હી તા.22
દેશની સૌથી જુની રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસને 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના પ્રમુખ મળવાના સંકેતો વચ્ચે પાર્ટી દ્વારા પ્રમુખપદની ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડી દેવામાં આવ્યું છે જે અંતર્ગત તા.24 થી 30 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે અને 17મીએ મતદાન તથા 19 ઓકટોબરે મતગણતરી થશે.

કોંગ્રેસ દ્વારા પ્રમુખપદની ચૂંટણી માટે રીટર્નીંગ ઓફીસર તરીકે મધુસુદન મિસ્ત્રીની નિયુક્તિ કરવામાં આવી હતી તેમના દ્વારા આજે સતાવાર જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

ચૂંટણી કાર્યક્રમ પ્રમાણે 24થી30 સપ્ટેમ્બર દરમ્યાન ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 1લી ઓકટોબરે ચકાસણી થયા બાદ માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. 8મી ઓકટોબર સુધી ફોર્મ પાછા ખેંચવાની મુદત રાખવામાં આવી છે.

ચૂંટણીની જરૂર પડે તો 17 ઓકટોબરે મતદાન યોજવાનું તથા 19મી ઓકટોબરે મતગણતરી યોજવાનું જાહેર કરવામાં આવ્યું છે.કોંગ્રેસના પ્રમુખપદ માટે રાહુલ ગાંધીના ઈન્કારને પગલે ચૂંટણી નિશ્ર્ચિત બની ગઈ છે. જો કે, પાર્ટી દ્વારા સર્વસંમતિ કરાવવાનું સ્પષ્ટ છે.

અત્યારના તબકકે અશોક ગેહલોટ તથા શશી થરૂર મેદાનમાં હોવાના સંકેત છે. ચૂંટણી થશે કે કેમ તે વિશે ઉતેજના છે. સૂત્રોના કહેવા પ્રમાણે 24 વર્ષ બાદ બીન ગાંધી નેતા કોંગ્રેસ પ્રમુખ બની શકે છે.


Related News

Loading...
Advertisement
Advertisement