ગેહલોટ-થરૂર બાદ હવે પ્રમુખપદની રેસમાં દિગ્વીજયસિંહની એન્ટ્રી

22 September 2022 04:47 PM
India Politics
  • ગેહલોટ-થરૂર બાદ હવે પ્રમુખપદની રેસમાં દિગ્વીજયસિંહની એન્ટ્રી

નવી દિલ્હી તા.22
કોંગ્રેસના પ્રમુખપદની ચૂંટણીમાં આંતરિક ખેંચતાણ વચ્ચે હવે અશોક ગેહલોટ, શશી થરૂર બાદ દિગ્વીજયસિંહે પણ એન્ટ્રી મારી છે. તેઓ દિલ્હી પહોંચીને સોનિયા ગાંધીને મળવાના નિર્દેશને પગલે પ્રમુખપદ માટે ઝુકાવે તેમ મનાય છે.

કોંગ્રેસ પ્રમુખપદ માટે અશોક ગેહલોટ તથા શશી થરૂરની તૈયારી છે જ. સીનીયર નેતા દિગ્વીજયસિંહે દિલ્હી પ્રવાસ ગોઠવતા તેઓ પણ દાવેદારી નોંધાવે તેવી શકયતાએ જોર પકડયુ છે. જો કે, દિગ્વીજયસિંહ દ્વારા કોઈ સતાવાર પૃષ્ટિ કરવામાં આવી નથી.

એમ કહેવાય છે કે, પ્રમુખપદે ગાંધી કુટુંબ સિવાયના નેતાની નિમણુંકથી પાર્ટી નવુ જોમ આવશે.


Related News

Loading...
Advertisement
Advertisement