કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પંચમહાભૂતમાં વિલિન : અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા

22 September 2022 05:08 PM
Entertainment
  • કોમેડિયન રાજુ શ્રીવાસ્તવ પંચમહાભૂતમાં વિલિન : અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા

વડાપ્રધાન મોદી સહિત રાજકીય, ફિલ્મી-ટીવી હસ્તીઓએ શ્રધ્ધાંજલિ આપી : પતિની અંતિમ વિદાય વખતે પત્ની શિખાના આક્રંદથી કરુણ દ્રશ્યો સર્જાયા : કોમેડિયન મિત્રો સુનીલ પાલ, ડાયરેક્ટર મધુર ભંડારકર નિગમબોધ ઘાટ સ્મશાને પહોંચ્યા

નવી દિલ્હી,તા. 22 : સૌને હસાવનાર કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના આજે અંતિમ સંસ્કાર કરાયા હતા. કોમેડિયન રાજુ શ્રીવાસ્તવના અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવ દેહના દર્શન માટે પ્રશંસકો ઉમટી પડ્યા હતા. રાજુનો ચહેરો જોઇને સૌ કોઇની આંખો ભીની થઇ ગઇ હતી. રાજુ શ્રીવાસ્તવની અંતિમ યાત્રા દશરથપુરી સ્થિત તેના ભાઈના ઘરેથી સવારે નીકળી હતી. તેમની અંતિમ યાત્રામાં અનેક લોકો જોડાયા હતા. નિગમ બોધ ઘાટ ખાતે તેમને અંતિમ સંસ્કાર અપાયા હતા.

રાજુ શ્રીવાસ્તવની પત્નીની હૃદય વિદારક સ્થિતિ : જ્યારે રાજુ શ્રીવાસ્તવને અંતિમ વિદાય અપાઈ ત્યારે પત્ની શિખા રડી રડીને તૂટી ચૂકી હતી. પતિને અંતિમ વિદાય આપવા તે નિગમબોધ ઘાટ પહોંચી તો તેના બેહાલ થયા હતા.

કોમેડિયન મિત્રો સ્મશાને પહોંચ્યા : રાજુના મિત્રો કોમેડિયન સુરેન્દ્ર શર્મા, કોમેડિયન સુનિલ પાલ, અહેસાન કુરેશી ઉપરાંત ડાયરેક્ટર મધુર ભંડારકર પણ નિગમબોધ ઘાટ પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીએ આપી શ્રધ્ધાંજલી : રાજુ શ્રીવાસ્તવના નિધન પર વડાપ્રધાન મોદી સહિત યુપીના મુખ્યમંત્રી યોગી, રક્ષામંત્રી રાજનાથસિંહે શ્રધ્ધાંજલિ આપી હતી.

ટીવી-ફિલ્મ હસ્તીઓએ દર્શાવ્યો શોક : રાજુના નિધન પર અર્ચના પૂરણસિંહ, કપિલ શર્મા, અજય દેવગન, અનુપમ ખેર, શેખર સુમન સહિતની હસ્તીઓએ આ શોક દર્શાવી શ્રધ્ધાંજલી અર્પી હતી.


Related News

Loading...
Advertisement
Advertisement