સુરતમાં સિટી બસ નીચે કચડાઈ જતા છાત્રનું મોત: બસ પર લોકોનો પથ્થરમારો

22 September 2022 05:10 PM
Surat
  • સુરતમાં સિટી બસ નીચે કચડાઈ જતા છાત્રનું મોત: બસ પર લોકોનો પથ્થરમારો

છાત્ર બસમાં ચડવા જતો હતો ત્યારે લપસી જતા નીચે પટકાયો ત્યારે બસ તેના પર ફરી વળી: ચાલક ફરાર

સુરત તા.22 : અહીંના પાંડેસરા વિસ્તારમાં સીટી બસ નીચે એક છાત્ર લપસીને પડી જતા તેના પર બસ ફરી વળતા ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો, જયારે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થયું હતું જયારે બસ ચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે સુરતના પાંડેસરામાં તેરે નામ ચોકડી પાસે ધો.12નો એક છાત્ર અજબ અકસ્માતનો ભોગ બન્યો હતો. છાત્ર વિશન મૌર્ય ટ્યુશનથી પોતાના ઘેર જઈ રહ્યો હતો ત્યારે તે સીટી બસની રાહ જોતા. બસ આવતા તે બસમાં ચડવા ગયો ત્યારે પગ લપસી જતાં તે નીચે પટકાયો હતા. દરમિયાન બસ ચાલકે બસ હંકારતા નીચે પટકાયેલા વિશન બસ નીચે કચડાઈ ગયો હતો.

આ ઘટનાને પગલે સ્થાન પર રોષે ભરાયેલા લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો અને લોકરોષ જોતા ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. દરમિયાન સારવાર બાદ વિશનનું મૃત્યુ થયું હતું. બસ પર પથ્થરમારાનો અને જીવલેણ અકસ્માતની પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડયો હતો. મૃતક છાત્રના પરિવારે સીટી બસના ચાલક સામે કડક પગલાં ભરવાની માંગ કરી હતી. પોલીસે સીટી બસના ચાલક સામે ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા પરિવારે વિશનનો મૃતદેહ સ્વીકાર્યો હતો.


Loading...
Advertisement
Advertisement