ધારાસભામાં ઓબીસી અનામતની માંગ મુદ્દે હોબાળો: કોંગ્રેસના ધારાસભ્યો ફરી સસ્પેન્ડ

22 September 2022 05:31 PM
Ahmedabad Gujarat
  • ધારાસભામાં ઓબીસી અનામતની માંગ મુદ્દે હોબાળો: કોંગ્રેસના ધારાસભ્યો ફરી સસ્પેન્ડ

ટીંગાટોળી કરીને બહાર કઢાયા: ‘ઓબીસી વિરોધી સરકાર નહી ચલેગી’નાં નારા

ગાંધીનગર,તા.22
ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે આધારિત વસ્તી ગણતરી અને ઓબીસી અનામત મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક બન્યા હતા આ તબક્કે આ મામલાની ચર્ચા કરવાની તક નહીં મળતા વેલમાં ઘસી આવેલા કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોર અને જીગ્નેશ મેવાણી સહિત અન્ય ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસના અન્ય ધારાસભ્યોએ વોક આઉટ કર્યો હતો.

જોકે આ દરમિયાન કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય ડો. કિરીટ પટેલને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ના વિધાયક ને સમર્થન આપ્યું હતું. અને ધોરણ 10 અને 12 માં કાયદાનો વિષય લાવવા માટે સરકારને અપીલ કરી હતી.

કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર એ આ મુદ્દાને આગળ થતા વિધાનસભા ગૃહમાં ચર્ચા કરવાની માંગણી કરી હતી જોકે અધ્યક્ષ નીમાબેન આચાર્ય દ્વારા વિપક્ષની માંગ નહીં સ્વીકારતા કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પ્લે કાર્ડ બતાવી વિરોધ વ્યક્ત કર્યો હતો અને ઓબીસી વિરોધ યે સરકાર નહીં ચલેગી નહીં ચલેગી ના નારા લગાડ્યા હતા.

આ તબક્કે કોંગ્રેસના બળદેવજી ઠાકોર અચાનક ટ્રેઝરી બેન્ચ પર બેઠેલા કેબિનેટ મંત્રીઓ સમક્ષ દોડતા સતર્ક સરજન્ટોઓ એ તેમને જતા અટકાવ્યા હતા પરિણામે જીગ્નેશ મેવાણી સાથે અન્ય ધારાસભ્યોએ વેલમાં બેસી સૂત્રોચાર કર્યા હતા આ દરમિયાન કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વેલમાં ધસી આવેલા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. પરિણામે વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય એ તમામને એક દિવસ ની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો.

વેલમાં ધસી આવેલા ધારાસભ્યોને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા હતા આ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ બહાર નીકળતા સમયે અધ્યક્ષ સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને કહ્યું કે મને બોલવાનો અધિકાર કેમ મળતો નથી અને કોંગ્રેસના ધારાસભ્યો સૂત્રોચાર કરતા કરતા ગૃહની બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન કોંગ્રેસના એકમાત્ર ધારાસભ્ય ડો. કિરીટ પટેલ (પાટણ) જોડાયા ન હતા જેના કારણે રાજકીય ચર્ચા વેગમાન બની છે.


Related News

Loading...
Advertisement
Advertisement